Abtak Media Google News

કેનેડાની મેક માસ્ટર યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરાયું સંશોધન

આજનો સમય એટલે ભાગતો સમય આ સમયમાં સફળતા મેળવવી હશે ચોકકસ દ્રષ્ટિકોણ ૪૦ વર્ષની ઉમર સુધીમં કેળવી લેવો પડશે તમારા જીવનમાં જો કોઈ સ્વપ્ન હોય તો તેને સાકાર કરવા માટે ઉંમરનો બાધ નથી માટે જાતને સીમીત ન માનવી જોઈએ.

માણસના દ્રષ્ટિકોણનાં વિકાસ અંગે અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતુ કે માણસના જીવનમાં બુધ્ધિનો વિકાસ પ્રથમ પાંચ વર્ષમાં થાય છે. પરંતુ આ વિકાસ ૩૦ થી ૪૦ વર્ષ દરમ્યાન ચાલુ જ રહે છે. આ અંગેનો એક નવો અભ્યાસ કેનેડા ખાતે હાથ ધરવામાં આવ્યો હતો.

મેકમાસ્ટર યુનિવર્સિટી કેનેડાના સંશોધકો દ્વારા ૨૦ દિવસ થી ૮૦ વર્ષના ૩૦ વ્યકિતઓના બ્રેઈનના ટીશ્યુ સેમ્પલના આધારે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસના તારણો પરથી પ્રોટીન તેમના મગજનું સંચાલન કરી દ્રષ્ટિકોણ કેળવવામાં મદદ‚પ થાય છે. અથવા દ્રષ્ટિકોણનો ક્રમશ: વિકાસ તેમના ભૂતકાળની સમજના આધારે સમજણશકિતમાં ૩૬ વર્ષ સુધી અથવા તેમાંથી ૪.૫ વર્ષ ઓછા કે વધારે થાય ત્યારે પહોચે છે.

આ અંગે સંશોધકો માટે સરપ્રાઈઝ બની હતી જયારે તેઓનું એવું માનવું હતુ કે સમજણ માટેની ઉંમર પાંચથી છ વર્ષની હોય છે. અગાઉના પ્રાણીઓનાં સેમ્પલ લઈને આ વિકાસને વૈજ્ઞાનિક આધાર અપાયો હતો. આપણા મગજના અવશેષો કઈ રીતે કાર્યરત છે. તે અંગેની સમજણમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. એવું પ્રો. કેથરિન મર્ફીએ અભ્યાસના આધારે જણાવ્યું હતુ.

આપણી ઈન્દ્રીયોની સમજણનો વિકાસ બાળપણમાંથી શ‚ થાય છે. અને ત્યારબાદ તેજ ભવિષ્યમાં પડકાર માટે ઉપયોગી થાય છે. એ સાચુ નથી એવું મર્ફીએ વધુમાં જણાવ્યું હતુ.

તેમના મતે જો દ્રષ્ટિ નબળી હોય તો તેમને જે રીતે મુલવવામાં આવે છે તેજ રીતે આ બાબતને મૂલવી શકાય નહી. માત્ર બાળકોને જ ચોકકસ થેરપી દ્વારા દ્રષ્ટિકોણ કેળવી શકાય છે. તેવું નથી કેટલાક મોટી ઉંમરના લોકો અમુક બાબતોમાં ચોકકસ દ્રષ્ટિકોણ રજુ કરી શકતા નથી કારણ કે તેમણે આ વિકાસની અવસ્થામાં કોઈ જ દ્રષ્ટિ કેળવી ન હોતી. રીસર્ચનું તારણ કહે છે કે કોઈ પણ બાબત માટે દ્રષ્ટિકોણ કેલવવા માટે પહેલા કરેલા વિચારનો જ આધાર લેવો પડે છે. આ રીસર્ચને ન્યુરોસાયંસના જર્નલમાં છાપવામા આવ્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.