Abtak Media Google News

ટૂ-વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર દરેકમાં સારી ક્વોલિટીના ટાયર જરૂરી છે. કેમકે તેની અસર ડ્રાઇવિંગ, હેડલિંગ અને ગાડીના પરફૉર્મન્સ પર પડે છે. કેટલાક લોકો ગાડીમાં ટાયર પર ધ્યાન નથી આપતા જેનાથી દુર્ઘટનાનો ભય રહેલો હોય છે. ટ્યૂબ વાળા ટાયર હજુ પણ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં એક સમસ્યા રહેલી છે કે જો ટાયરમાં પંક્ટર પડે તો તેમાં મુશ્કેલી આવે છે કેમકે અચાનક ટાયરનું પંક્ચર થવાને કારણે કારનું બેલેન્સ બગડી શકે છે અને એક્સિડન્ટ પણ થઇ શકે છે. એવામાં ટ્યૂબલેસ ટાયર્સ સૌથી વધારે સેફ રહે છે અને પંક્ચર થવા પર ગાડીઓનું બેલેન્સ નથી બગડતું. પંક્ચર થવા પર પણ ટાયર્સમાંથી હવા નથી નીકળતી અને ગાડી કેટલાક કિલોમીટર સુધી ચાલી જાય છે. આવો, જાણીએ ટ્યૂબલેસ ટાયરના ફાયદાઓ વિશે…

વધારે માઇલેજ સારું પરફૉર્મન્સ:

ટ્યૂબવાળા ટાયરની સરખામણીએ ટ્યૂબલેસ ટાયર હલ્કું હોય છે. જેનાથી ગાડીની માઇલેજ સારી મળે છે. બીજી વાત એ છે કે ટ્યૂબલેસ ટાયર્સ જલ્દીથી ગરમ થતા નથી અને સારો ડ્રાઇવિંગ એક્સપરિન્સ પણ મળે છે.

સેફ્ટી માટે વિશ્વાસલાયક:

ટ્યૂબલેસ ટાયર ટ્યૂબ વાળા ટાયરની સરખામણીએ વધારે વિશ્વાસલાયક હોય છે. ટ્યૂબવાળા ટાયરમાં એક અલગ ટ્યૂબ લાગેલી હોય છે જે ટાયરને શેપ આપે છે. એવામાં જો ટાયર પંક્ચર થાય તો ગાડીનું બેલેન્સ બગડી શકે છે અને દુર્ઘટના પણ ઘટી શકે છે. ટ્યૂબલેસ ટાયરમાં ટ્યૂબ હોતી નથી કેમકે ટાયર ચારેય તરફથી એયરટાઇટ સીલથી ફિટ હોય છે, જેનાથી હવા નીકળતી નથી. જો ટાયર પંક્ચર થઇ જાય તો પણ હવી ધીમે ધીમે નીકળે છે. એવામાં ગાડીને ગેરેજ સુધી લઇ જવામાં સમય મળી રહે છે.

પંક્ચર કરવામાં નથી આવતી મુશ્કેલી:

ટ્યૂબલેસ ટાયર્સમાં પંક્ચર કરવામાં કોઇ મુશ્કેલી આવતી નથી. પંક્ચરવાળી જગ્યા પર સ્ટ્રિપ લગાવવામાં આવે છે અને પછી રબર સિમેન્ટની મદદથી તે જગ્યાને ભરી દેવામાં આવે છે. ટ્યૂબલેસ ટાયરને રિપેર કરવા માટે શૉપ અને કિટ સહેલાઇથી મળી જાય છે. ટ્યૂબલેસ ટાયરની લાઇફ વધારે હોય છે અને ટ્યૂબવાળા ટાયરની સરખામણીએ આ વધારે ટકાઉ છે.

આ બ્રાન્ડ છે ખાસ:

આમ તો માર્કેટમાં કેટલીક કંપનીઓના ટ્યૂબલેસ ટાયર્સ તમને મળી જશે જેમાં MRF, CEAT, Micheli, Continental, Pireli, JK જેવી સારી બ્રાન્ડ્સ તમને મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.