Abtak Media Google News

દુનિયાના સૌથી મોટા હીરાનું  તેની કિમત કરતાં ખૂબ ઓછા મૂલ્યમાં વેચાણ કરવામાં આવ્યું. હીરાના નિષ્ણાંતકર્તા ઓ હીરાના આટલા ઓછા મૂલ્યને કારણે ખૂબ નિરાશ થયા. 163 કેરેટના હીરાની કિમત 317 સુધી આંકવામાં આવી હતી પરંતુ માત્ર 214 માં જ આ અમૂલ્ય હીરો નિલામ થયો. સ્વિટઝરલેન્ડના જેનેવામાં હીરાની નીલામી કરવામાં આવી હતી.

જયાં એક અજાણ્યા વ્યક્તિએ  આ  હીરાને ખરીદી લીધો. ક્રિસ્ટ ઓટમ જ્વેલરીના ઓકશનમાં આ અમૂલ્ય એવા હીરાની નીલામી કરવામાં આવી હતી.આ નીલામીમાં અનેક લોકો હીરાને ખરીદવા માટે આવ્યા હતા. સ્વિટઝરલેન્ડના આ મૂલ્યવાન હીરાને આર્ટ ઓફ ગ્રીશોગોનો કહેવામાં આવે છે.

ક્રિસ્ટ ઇન્ટરનેશનલ જ્વેલરી ડિવિજ્નના પ્રમુખ રાહુલ કડાકિયા એ કહયું છે કે ‘ડી’ કલરના આ હીરાની કિમત આસરે 214 કરોડની છે. અને આ ‘ડી’ હીરાઓ માં નો ઉચ્ચ કોટીનો હીરો ગણવામાં આવે છે.આવા હીરાઓ ખૂબ ઓછા અને ક્યારેક જ જોવા મળતા હોય છે.આ હીરો સાવ રંગહિન અને અમુલ્ય છે.અંગોલા 2016 માં મળેલા 404 કરેટના પત્થર માથી આ હીરાને તૈયાર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.