Abtak Media Google News

આજના દિવસે જૈનના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજી ભગવાને 13 મહિના નિરંતર ઉપવાસ(પાણી વગરનો ઉપવાસ)શેરડીના રસથી કર્યા હતા. અને આજે પણ ઘણા જૈન ભાઇઑ અને બહેનો વર્ષીય ઉપવાસ કરી આજના દિવસે છોડે છે. અને નવા ઉપવાસ શરૂ કરે છે. આ ઉપરાંત ભગવાનનો શેરડીના રસથી અભિષેક કરવામાં આવે છે ..

– આજના દિવસે માતા ગંગાનું અવતરણ પૃથ્વી પર થયું હતું.

-મહર્ષિ પરશુરામનો જન્મ આજના દિવસે થયો હતો

-માં અન્નપુર્ણાનો જન્મ પણ આજના દિવશે થયો હતો

-દ્રોપદીને ચીરહરણથી પણ કૃષ્ણ ભગવાને આજના દિવસે બચાવ્યા હતા

– કૃષ્ણ અને સુદામાનું મિલન પણ આજના દિવસે થયું હતું

– કુબેરને આજના દિવસે ખજાનો મળી આવ્યો હતો

-સતયુગ અને ત્રેતા યુગનો પ્રારંભે આજના દિવસે થયો હતો

– પ્રસિદ્ધ તીર્થ સ્થળ શ્રી બદ્રિ નારાયણજીનો કબાટ આજના દિવસે ખોલવામાં આવે છે.

– વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં વર્ષમાં માત્ર આજના દિવસે જ શ્રી વિગ્રહ ચરણના દર્શન થાય છે. વર્ષ દરમિયાન તે વસ્ત્રોથી ઢંકાયેલું રહે છે.

– આજના દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું

અક્ષય તૃતીયા સ્વયંમાં સિધ્ધ મુહરત છે. આજના દિવસે કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરી શકાય છે ..આપ સર્વેને અક્ષય તૃત્યની ખૂબ શુભ કામના ………

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.