Abtak Media Google News

જો તમે ફિટનેસ અંગે વિચારી રહ્યાં હોય અને ફિટ રહેવાની કોશિષ કરી રહ્યાં હોવ તો ગ્રીન ટી જરૂરી પીવો. છેલ્લાં કેટલાય સમયી લોકોમાં ગ્રીન ટી પીવાનો ક્રેઝ વધ્યો છે. વજન ઉતારવા માંગતા લોકો માટે તો આ એક પસંદગીનું પીણું બની ગયું છે. આ સો જ સ્કિનની ક્વોલિટીને સુધારવા, મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવા અને લાંબા સમય સુધી એક્ટિવ રહેવા માટે ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક છે. ગ્રીન ટી ફાયદા કારક છે પરંતુ તેનો ઉપયોગ તમે વારાફરતી સતત કરો તો તે અયોગ્ય છે. ગ્રીન ટી પીવાનો પણ ચોક્કસ સમય હોય છે.

ચોક્કસ સમયે જ ગ્રીન ટી પીવી જોઇએ. તેમાં કોકીન અને ટેનિન્સ હોય છે. જે ગૈસ્ટ્રિક જૂસને ડાઇલ્યૂટ કરવા અને પેટને નુકશાન પહોંચાડે છે. તેના વધારે પડતાં ઉપયોધીને કારણે ઉલ્ટી અવા તો ગેસ ઇ શકે છે. જો તમને ગ્રીન ટીનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય ખ્યાલ ન હોય તો આ ટીપ્સ તમને ચોક્કસી મદદ કરશે.

  • ખાલી પેટે ક્યારે પણ ગ્રીન ટી ન પીવી જોઇએ.
  • ખાવાનું ખાતા પહેલા એક કે બે કલાક પહેલાં ગ્રીન ટી પીવી જોઇએ.
  • કેટલાક લોકો ગ્રીન ટીમાં દૂધ અને ખાંડ મિક્સ કરે છે. તેમ ન કરવું જોઇએ.
  • ગ્રીન ટીમાં મધ મિક્સ કરીને પીવું ફાયદા કારક છે.
  • ખાઘા પછી તરત ગ્રીન ટી ન પીવી જોઇએ.
  • એક દિવસમાં બે કે ત્રણ કપી વધારે ગ્રીન ટી પીવી ન જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.