‘રામાયણ’થી જોડાયેલા આ સવાલનો જવાબ જાણો છો? KBCમાં પુછાયો 6.40 લાખનો પ્રશ્ન!!

કૌન બનેગા કરોડપતિનો દરેક એપિસોડ એક અલાયદી ઓળખ ધરાવે છે. અમિતાભ બચ્ચન આ ટીવી શૉને ખાસ બનાવે છે. આ શોમાં દરેક વર્ગના લોકો જોડાય છે. શોમાં પૂછાતા દરેક સવાલો દરેકના મગજમાં ઉત્તેજના જગાડે છે. કૌન બનેગા કરોડપતિમાં લોકોના નસીબ બદલવામાં વધુ સમય લાગતો નથી. લગભગ દરેક વ્યક્તિ થોડી ઘણી રકમ જીતે છે. સવાલ જવાબનો આ શૉ લાખો લોકોમાં ઉત્તેજના જગાડે છે. રાજસ્થાનના રઘુનાથ રામ કેબીસીની 12મી સીઝનના અંતિમ એપિસોડમાં આવ્યા હતા. તે વ્યવસાયે સુથાર છે. તેમણે માત્ર 9 મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ઘણા પ્રયત્નો બાદ રઘુનાથ હોટ સીટ પર પહોંચ્યો હતો અને 6.40 લાખમાં જીત મેળવવામાં સફળ રહ્યો હતો.

શું તમે આ સવાલનો જવાબ જાણો છો?

જે પ્રશ્નનો જવાબ આપી તેમણે 6.40 લાખ રૂપિયા મેળવ્યા તે હિન્દુ ધર્મગ્રંથ ‘રામાયણ’ માંથી પૂછવામાં આવ્યો હતો.

સવાલ: રાવણની તલવારનું નામ શું હતું?

રઘુનાથે આ સવાલનો સાચો જવાબ આપ્યો હતો. રાવણની તલવારનું નામ ‘ચંદ્રહાસ’ હતું. આ જવાબ આપ્યા બાદ તે સાડા બાર લાખનો જવાબ આપી શક્યો નહોતા.

Loading...