શું તમને ખબર છે કે તમારા મંગલસૂત્રમાં કાળા મોતી જ સુકામ હોય છે…?

214

ભારતીય સંસ્કૃતિમાં પરણિત સ્ત્રી માટે મંગલસૂત્રનું એક ખાસ મહત્વ હોય છે. એના દરેક રાજ્યની અલગ અલગ પરંપરા પ્રમાણે તેની એક ખાસ ડિઝાઇન પણ હોય છે પરંતુ તે બધામાં કાળા મોતી એ સર્વ સામાન્ય હોય છે તો આવો જોઈએ એક સુહાગન સ્ત્રી માટે તેના પતિના અસ્તિત્વ સમાન એક મંગલસૂત્રમાં કાળા મોતીનું શું મહત્વ છે…???

દરેક ધર્મમાં કળા રંગને શુભ માનવમાં આવે છે. કાળો રંગ દરેક સંકટને દૂર રાખે છે, અને એટ્લે જ નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા કાળા દોરા પણ બંધવામાં આવે છે. એવી જ રીતે પતિની લાંબી ઉમર માટે અને તેને દરેક ખરાબ નજરથી દૂર રાખે તેમજ તેનાથી દરેક મુસીબત દૂર ભાગે તેવી આશા સાથે મંગલસૂત્રમાં કાળા મોતી વધારે પ્રમાણમા રાખવામા આવે છે.

મંગલસૂત્ર એ પરણિત સ્ત્રી માટે કોઈ અન્ય ઘરેણાં કરતાં વધુ કીમતી હોય છે , તેને જીવની જેમ જ સાચવતી હોય છે. પરણિત સ્ત્રી માટે તેના પતિની નિશાની એટલે તેનું મંગળસૂત્ર અને પતિના લાંબા ,સુખી જીવન માટે તે હર સમયે માગલસૂત્ર ધારણ કરીને રાખે છે.

Loading...