Abtak Media Google News

શું ખાવું કરતા કેમ પચાવવું મહત્વનું

જમવાની બેદરકારી અનેક પ્રકારના રોગો નોતરી રહ્યાં છે:પેટ છે પટારો નહીં

ખરેખર ભોજન કઈ રીતે લેવાય તે આપણે ભુલીને આજની ભાગદોડ ભરી જિંદગીમાં ભુલી ચૂકીયા છીએ. આપણે ખોરાકને ખરેખર સ્પર્ધા તરીકે લેવામાં ભોજનનો સ્વાદ માણતા ભુલી ગયા તેમ કહી શકાય. પરંતુ આપણા ખોરાકને લઈ કેટલીક આદતો અને બેદરકારી કેટલીક બિમારીઓ નોતરે છે.

તેનો અંદાજ આપણને અત્યારે આવતો નથી. જેને કારણે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, કાર્ડીયોવેસ્કયુલર એટલે કે, હૃદયરોગ, ડાયાબીટીશ, ઘુંટણની તકલીફ જેવી કેટલીક બિમારીઓ થતી હોય છે. આપણી બદલતી લાઈફ સ્ટાઈલને કારણે હેલ્થ પ્રોબ્લેમમાં વધારો થઈ રહ્યો છે જેમાં ફીઝીકલી અને મેન્ટલી હેલ્ધી રહેવાની સાથે ખોરાકને પણ બેલેન્સ રાખવું ખુબજ જરૂરી છે.

આપણે કેટલીક વસ્તુઓથી અજાણ હોઈએ અને ખોરાક લેવાની રીત કેટલી ખોટી છે તેને લઈ જાણવું ખુબજ જરૂરી છે કે, આપણે શાકાહારી તો છીએ પરંતુ લીલોતરી શાકભાજી કેટલા પ્રમાણમાં ખાઈએ છીએ ? મોટાભાગના શાકાહારી લોકો રાઈસ, બિરીયાની, ઢોસા, ઈંડલી, બ્રાઉન રાઈસ અને કઠોળ આધારિત ખોરાક લેતા હોય છે પરંતુ શાકાહારી અને લીલોતરી ન ખાવ તો શરીરને પુરતા પ્રમાણમાં પોષણ મળતું નથી.

આમ તો આપણે કેટલાક નાસ્તાઓ અને સ્નેકસને ઉપવાસ દરમિયાન લઈએ છીએ પરંતુ તે ખરેખર ઉપવાસના પ્રમાણમાં લઈએ છીએ. વ્રતના નામે પેટને પટારો બનાવતા લોકો ઉપવાસ હોય ત્યારે જરૂર પડતા વધારે જ ફરાળ ધારણ કરી… અહોહો…બ… તેમ ઓડકાર ખાઈએ છીએ. આપણે ખોરાકને માણવાને બદલે સીધુ પેટમાં પધરાવીએ છીએ જેના કારણે કેટલીક તકલીફ બાદમાં ભોગવવી પડતી હોય છે.

આમ તો આપણે વેજીટેરીયન છીએ પરંતુ ખોરાક તો એવા જ પસંદ કરીએ છીએ જે નોન વેજીટેરીયન લોકોને પણ સ્વાદિષ્ટ લાગે. આપણે ખોરાક લેવા કરતા તેમાં સ્પર્ધામાં વધારે ઉતરીએ છીએ. જયારે ૩ થી ૪ લોકો એક સાથે હોય ત્યારે આપણે બને તેટલી ઝડપી ખાવાની સામાન્ય રીતે માનસીકતા છે.

આપણે પુરતા પ્રમાણમાં પાણી લેતા નથી જેને લઈ કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. શરીરને સૌથી વધુ જરૂરીયાત હોય તો તે પાણીની છે માટે જ જમણવારમાં સૌથી પહેલા સલાડ પીરસવામાં આવે અને સલાડ લીધા બાદ જ ભોજન ઉત્તમ ગણાય છે. પરંતુ આપણે સોફટ ડ્રિકસ અને પીઝા-બર્ગરમાંથી બહાર નીકળીએ તો ને !!!

ખોરાક પેટ માટે છે એટલે શરીરને જરૂર પુરતા પ્રમાણમાં જ ખોરાક આપવું જોઈએ લોકો ઉપવાસ અને એકટાણા ઉપર દિવસમાં એક જ વખત જમતા હોય છે પરંતુ દેશી ભાષામાં કહીએ તો તૂટી પડતા હોય છે. તેને બદલે કટકે કટકે ખોરાક લેવાનું રાખે તો ફાયદો થઈ શકે તેમ છે.

આપણે જમતી વખતે ચાવવાની આળસ કરી બને તેટલો ખોરાક સીધો ગળે ઉતારતા હોય છીએ. કેટલાક ખોરાક રાંધતા પણ અને કાચા ખાઈ જાય છીએ. આપણી રસોઈ કેટલી સ્વાદીષ્ટ છે તેના કરતા કેટલી સ્વાસ્થ્યને ઉપયોગી છે તે જાણવું ખુબજ જરૂરી છે.

તમારી આદતોને સુધારવી છે

– શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવા પુરતી માત્રામાં પ્રોટીન, ફેટ અને વિટામીન લેવા જ‚રી છે.

– માત્ર ગળીને ખાવાને બદલે નાના-નાના ટુકડા કરી ચાવીને ખોરાક લેવાની ટેવ પાડીએ.

– જમતા પહેલા થોડુક પાણી ત્યારબાદ થોડુ સલાડ અને પછી ભોજન લેવાથી સંતોષ થાય.

– જો પેટ ભરાઈ ગયું હોય તો વધુ ભોજન લેવાનું ટાળો.

– ભોજન લેવાનો સમય નિર્ધારીત કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.