Abtak Media Google News

લગ્નથી જોડાયેલા વિચિત્ર રીવાજ – લગ્નનો અર્થ થાય છે નાચવું-ગાવું, સારું ભોજન અને સુંદર દુલ્હા-દુલહનને ફેરા લેતા જોવાનું,પરંતુ આ તો આપણા દેશના સામાન્ય લગ્નમાં થાય છે.

સમગ્ર દુનિયામાં લગ્નનો અર્થ આ જ નથી થતો,લગ્ન દરેક સંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ ચોક્કસપણે છે,પરંતુ તેની સાથે જોડાયેલ રીતિ-રિવાજો સમગ્ર વિશ્વમાં જુદા-જુદા છે.કેટલાક રિવાજો તો એવા છે જે વિશે તમે જાણો તો પણ હાંસી આવે છે  હાલની દુનિયામાં પણ આવું જ સમાજ છે, જ્યાં લગ્ન કરવાના રસ્તાઓ ખૂબ જ આશ્ચર્યજનક છે.

ચાલો તમને જણાવું લગ્ન સાથે સંકળાયેલ વિચિત્ર રીવાજ વિશે

1 – સમગ્ર મહિનો રોવે છે દુલ્હન

ચાઇનાની સિચુઆનમાં એક પરંપરા છે કે લગ્ન પહેલાં દુલ્હનને પૂરેપૂરો એક મહિનો રોવું પડે છે,આ રિવાજને જીઓ ટાંગ કહેવાય છે.એક મહિના માટે રાત્રે અડધી કલાક રોવાનું થાય છે.દુલહ્ન સાથે પ્રથમ દસ દિવસ તેમની માતા અને પછીના 10 તેમના દાદી અને છેલ્લા દિવસોમાં કુટુંબની તમામ મહિલાઓ સતત રોવાનું કામ કરે છે.

Trump 1

2 – સ્ત્રીનું અપહરણ

કિર્ગિસ્તાનમાં આજે પણ દુલ્હનની અપહરણની પરંપરા ચાલુ છે.આ રસમ લગ્નની પહેલાં કરવામાં આવે છે.પુરુષ જે સ્ત્રી સાથે તેની આખી જીંદગી વિતાવવા માંગે છે,તેનું અપહરણ કરે છે.આ પરંપરા રોમાનિયા સમાજમાં જીવંત છે.લગ્નમાં કોઈ દહેજ ન માંગે અને છોકરીના ઘરના તેના પસંદગીના છોકરા સાથે લગ્ન કરાવા માટે રાજી ન હોય,તેના માટે આ પરંપરા છે.

Trump 2

 

3 – દુલ્હનના માથાનું હજામત

પ્રાચીન સ્પાર્ટેન્સ સમાજમાં લગ્ન પહેલાં દુલ્હનના માથાની હજામત કરવામાં આવે છે.આ સમાજમાં દુલ્હન ભાગીને  ક્યાંક છુપાઈ જાય છે અને દુલ્હો તેને શોધીને લાવે છે,પછી માનવામાં આવે છે કે લગ્નની રસમો પૂર્ણ થઈ છે..

Trump 3

4 – દુલ્હનનું અપમાન કરવું

મસાઈની સંસ્કૃતિમાં લગ્ન માટે વિશ્વની સૌથી અલગ રીત છે.અહીં દુલ્હનને અપમાનિત અને પ્રતાધિત કરવામાં આવે છે. સગાઈના સમયે છોકરીને એક વૃદ્ધ સાથે મોકલવામાં આવે છે,જ્યાં તેના સાસરિયાંઑ તેનું સ્વાગત તેનું અપમાન કરીને, તેને મારીને અને તેના માથા પર ગોબર લગાવીને કરે છે.ત્યાં એક રસમ હેઠળ છોકરીના પિતા પણ તેના પર થૂંકે છે.

Trump 4

5 – ટોઇલેટમાં બનાવેલું જયુસ પીવું

ફ્રાન્સની સંસ્કૃતિમાં લગ્નના સાવ અજબ જ રિવાજ છે.જેને લા સૂપ કહે છે.જ્યારે નવા પરણેલા હનીમૂનમાં જાય છે,ત્યારે   પાર્ટીનું બચેલૂ બધુ ખાદ્ય ભેગુ કરવા માટે એક નવી ટોયલેટની ચેમ્બરમાં મૂકે છે અને તેમાં પાણી ઉમેરીને તેનું જ્યુસ બનાવે છે.ત્યારબાદ આ જ્યૂસ દુલ્હનના પરિવારજનોને પીવું પડે છે..

Trump 5

6 –  દુલ્હા-દુલ્હન પર કાળો રંગ નાખવો

સ્કોટ સમાજમાં લગ્નને ત્યાં સુધી પૂર્ણ માનવમાં નથી આવતા જ્યાં સુધી દુલ્હા અને દુલ્હન પર કાળો રંગ નાખવામાં ન આવે.આ રસમ કરવાનું કારણ એ છે કે નવા પરણેલા જોડાનું જીવન સુખી બને.

Trump 6

 

7 – હસવાની મનાઈ છે

કાંગો સમાજમાં લગ્ન દરમિયાન દુલ્હા-દુલ્હનને હસવાની મનાઈ હોય છે.લગ્નના રિવાજો પૂરો થઈ જાય પછી જ બન્નેને હસવાની પરવાનગી આપવામાં આવે છે.આ રિવાજ ફક્ત લગ્ન માટે જ નથી,પરંતુ લગ્ન દરમિયાન થતાં અન્ય રિવાજો  પર પણ લાગુ પડે છે.

Trump 7 

આ છે લગ્નથી જોડાયેલા વિચિત્ર રીવાજ – લગ્નના આ વિચિત્ર રિવાજો વિશે જાણીને તમે તમારા લગ્નનો ઇરાદો ન બદલતા. તેમ છતાં રાહતની વાત એ છે કે આ વિચિત્ર રીવાજ આપણાં દેશમાં નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.