શું તમારે કોણીની કાળાશ દૂર કરવી છે?

89

આપણે જાણીએ છીએ કે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. લીંબુમાં રોગપ્રતિકારક શક્તિ હોવાની સાથે સાથે લીંબુનો સૌંદર્ય પ્રસાધન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. લીંબુના રસને સવારે ગરમ પાણીમાં નાખી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. લીંબુના રસને સ્કિન ઉપર લગાવવાથી સ્કિન ક્લીન થાય છે અને ગ્લો કરે છે. સૌંદર્યની દૃષ્ટિએ પણ લીંબુનો અનેક પ્રકારે ઉપયોગ કરી શકાય છે, તો ચાલો જાણીએ લીંબુના સૌંદર્યવર્ધક ગુણો વિશે

ઘૂંટણની સખત ત્વચા અને કાળી પડી ગયેલી કોણી પર લીંબુમાં ખાંડ મિક્સ કરી આ મિશ્રણ બરાબર ઘસો, આમ નેચરલ સ્ક્રબર ડેડ સ્કિન દૂર કરશે તેમજ સ્કિન સુવાળી થશે અને તેનો રંગ પણ નિખરશે. આ ઉપાય સતત 15 દિવસ નિયમિત કરો, ફરક દેખાશે.લીંબુને ગુલાબજળમાં મિક્સ કરી સ્કિન પર લગાવવાથી લીંબુ હાથ માટે લોશનનું કામ કરે છે.

હાથ રફ અને ડ્રાય થઈ ગયા હોય તો તેના પર લીંબુના રસમાં થોડી બૂરુ ખાંડ મિક્સ કરી હળવા હાથે ચોળો અને થોડી વાર બાદ ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આ રીતે હાથ પર લીંબુનો રસ લગાવવાથી સ્કિનમાં ઘણા ઓછા સમયમાં જ વધુ ફેર દેખાવા લાગે છે.મધને લીંબુના રસમાં મિક્સ કરી નિયમિતપણે ચહેરા ઉપર લગાવવાથી તે ફેસપેકનું કામ કરે છે. મધ સ્કિન માટે મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે, તો લીંબુ સ્કિનને બેલેન્સ કરી ગ્લો આપવામાં મદદરૂપ થાય છે.

લીંબુનો રસ અને પાણીને એક કપમાં મિક્સ કરી લો. શેમ્પૂ કર્યા બાદ આ પાણીથી વાળ ધોવાથી વાળ શાઇન કરશે.

પાણીમાં ચાની પત્તીઓ અને લીંબુનો રસ મિક્સ કરી તેને સહેજ ગરમ કરી લો. ઠંડું થાય ત્યારે તેનાથી વાળ ધોવાથી તમારા વાળ શાઇન કરશે.

આમ, લીંબુનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. લીંબુ સ્વાસ્થ્યમાં મદદરૂપ થવાની સાથે સાથે સૌંદર્યમાં પણ વધારો કરે છે.

Loading...