Abtak Media Google News

આજેના આ ટેક્નોલૉજીના ટાઇમમાં આપણે લોકો જો એક પણ વસ્તુ અપડેટ કરવામાં રહી ગયા હોય તો જાણે આપણે લોકો એક સદી પાછડ હોય તેવું ફિલ થવા માંડે છે.જેથી આપણે આજે સૌથી વધુ ઉપયોગ માં લેવાઈ રહેલી સોશિયલ મીડિયા મેસેજિંગ એપ WHATSAPP ના એક બહુજ ઉપયોગી એવા ફિચેર્ વોઇસ કોલ ને રેકોર્ડ કેમ કરી શકીએ એના વીશે જાણીએ.

પહેલા આપડે લોકો whatsapp ના વોઇસ કોલ રેકોર્ડ કરવા માટે આપણે લોકો કોલિંગ દરમ્યાન સ્પીકર મોડ પર ક્લિક કરવું પડતું હતું અને બીજા ફોન દ્વારા એ કોલ રેકોર્ડ કરવો પડતો હતો.

આપણામાંથી ઘણાને ફોન પર કોલ રેકોર્ડ કરવાનું આવડતું હશે. પરંતુ કેટલાક એવા યૂઝર્સ છે જેને મેસેજિંગ એપ Whatsapp પર કોલ રેકોર્ડ કરવાનું આવડતું હશે. જો તમે પણ એ જ યૂઝર્સમાંથી છો જેને વોટ્સએપ પર કોલ રેકોર્ડ કરવાનું આવડતું નથી તો કંઇ વાંધો નહીં, કારણ કે આ માહિતીથી તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે.તો ચાલો જાણીએ કરી રીતે કરી શકીએ Whatsapp પર વોઇસ કોલ ને રેકોર્ડ.

 

Steps:

Cube Call Recorder

  1. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ છો તો તમારે play store માંથી cube call recorder(ACR)ને ડાઉનલોડ કરવું પડશે.
  2. એપ ડાઉનલૉડ થઈ ગયા પછી તમારે સેટિંગમાં જઇને તેમાં recording માં ક્લિક કરવાનું ત્યાર બાદ autostart recording ને જો off હોય તો on કરો.
  3. On કર્યા બાદ ignore વોઈપ-support check ને પણ on કરો.
  4. હવે whatsapp માં વોઇસ કોલ રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું હશે. જેને ચેક કરવા માટે whatsapp માંથી વોઈસ કોલ કરો. Calling દરમ્યાન જો cube call recorder(ACR) એપ કામ કરતી જોવા મળી રહી છે તો કોલ રેકોર્ડ થઈ જશે.
  5. જો ના થઇ રહ્યું હોય તો સમજી જજો કે આ એપ તમારા ફોન પર કામ કરી રહી નથી.
  6. જો તમે iphone યુઝર્સ છો અને wahtsapp કોલિંગ રેકોર્ડ કરવા માગો છો તો તમારી પાસે Mac હોવું જરૂરી છે, કારણ કે એની મદદથી જ તમે કોલ રેકોર્ડ કરી શકો છો.
  7. સૌથી પહેલા તમે તમારા આઇફોનને લાઇટનિંગ કેબલ દ્વારા Macથી કનેક્ટ કરો. પહેલી વખત આઇફોન કનેક્ટ કરવા દરમ્યાન તમેને મેક પર Quick Time ને ઓપન કરવું પડશે.
  8. ત્યારબાદ તમારે ફાઇલ સેક્શનમાં New Audio Recorderનો વિકલ્પ મળશે. હવે તમે Quick Timeમાં રેકોર્ડ બટન પર ક્લિક કરો.
  9. હવે તમે વોટ્સએપ દ્વારા જેને પણ કોલ કરવા ઇચ્છો છો એને કોલ કરો અને જેવા તમે કનેક્ટ થઇ જશો, યૂઝર આઇકનને એડ કરી લો. ત્યારબાદ કોલ રેકોર્ડ થવાનું શરૂ થઇ જશે. એક વખત કોલ સમાપ્ત થયા બાદ તમે રેકોર્ડરને બંધ કરી દો અને રેકોર્ડિંગ ફાઇલને મેક પર સેવ કરી લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.