Abtak Media Google News

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સાવજોને ખસેડવા કમલનાથે પ્રધાનમંત્રીને કરી રજૂઆત

હાલ એશીયાટીક સાવજો જે ગિરની શોભા વધારી રહ્યાં હતા ત્યારે ઉત્તરોતર તેમના મૃત્યુઆંક વધવાની સાથે જ ગુજરાત સરકાર અને ગિર સેન્ચ્યુરી માટે સમસ્યા ઉદભવીત થઈ હતી તે સમય દયમિયાન મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કને સિંહો માટેની યોગ્ય વ્યવસ્થા અને તેમને અનુરૂપ વાતાવરણનું પણ કુનો નેશનલ પાર્ક ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માંગણી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના સાવજોને મધ્યપ્રદેશમાં ખસેડવામાં આવે અને કે જે સાવજોનું બીજુ ઘર પણ માનવામાં આવી રહ્યું છે.

મીનીસ્ટરી ઓફ એન્વાયરમેન્ટલ ફોરેસ્ટ એન્ડ કલાઈમેટ ચેન્જ અને ગુજરાત સરકાર સંયુકત રીતે તેમને સરળતાથી મધ્યપ્રદેશ ખસેડવામાં આવે તેવી પણ માંગણી કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા અને એકસ્પર્ટ કમીટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કુનો નેશનલ પાર્કમાં સાવજોને ખસેડવામાં આવે તો તેમાં કોઈ તકલીફદાયક માહોલ નથી અને સાવજો માટે તે સ્થળ અત્યંત અનુકુળ છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા ૨૪ ગામડાઓને ખસેડવામાં આવ્યા હતા જેમાં ૧૫૪૭ કુટુંબોનો વસવાટ હતો જે કાર્યને પણ મધ્યપ્રદેશ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

વધુમાં કમલનાથે માહિતી આપતા જણાવ્યું હતું કે, કુનો સેન્ચ્યુરીના વિસ્તારને વધારવામાં આવ્યા છે જેમાં ૪૦૪ સ્કવેર કિ.મી.ના ફોરેસ્ટ એરીયાને નેશનલ પાર્ક તરીકે ઘોષીત કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ૧૫ એપ્રીલ ૨૦૧૩ના ઓર્ડર અનુસાર એશિયાટીક સિંહોને કુનો સેન્ચ્યુરીમાં ખસેડવા માટે જણાવ્યું હતું. વાત કરવામાં આવે તો ગુજરાત એસેમ્બલીમાં જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૪ સિંહોનું મૃત્યુ નિપજયું હતું. જેમાં ફોરેસ્ટર મીનીસ્ટર ગણપત વસાવાએ સ્પષ્ટપણે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૭ અને ૨૦૧૮માં ૧૧૦ સાવજો અને ૯૪ સિંહોના બચ્ચાઓના મૃત્યુ નિપજયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.