Abtak Media Google News

 આંખએ ચહેરાનું મહત્વનું અંગ હોવાની સાથે-સાથે ચહેરાની સુંદરતા પણ વધારે છે. આ ઉપરાંત આ સુંદર દુનિયાને જોવા માટે પણ આંખ એકલું સાધન છે. પરંતુ જો એમાં ખામી આવી જાય તો દુનિયા ધુંધળી થઇ જાય છે. જો તમારી દ્રષ્ટિ પણ ઝખવાતી હોય તો અહિં દર્શાવેલી ટીપ્સ ફોલો કરો.

 સતત કોમ્પ્યૂટર, બુક્સ, મોબાઇલ વગેરેમાં કામ કરવાથી આંખ થાકી જાય છે. જેના કારણે આંખમાં લાલાશ, બળતરા, પાણી નીકડવું, ધૂંધળું અથવા ડબલ ડબલ દેખાવું વગેરે જેવી સમસ્યા ઉદ્ભવે છે.

 – સતત એક જ જગ્યાએ ન જોયા કરવું. કામની વચ્ચે-વચ્ચે તમારી આંખોને થોડો આરામ આપો. આંખો પર ઠંડુ પાણી છાંટો.

 – આંખ પર રોજ હળવા હાથે મસાજ કરો. જેના માટે તમારી આંખ બંધ કરી તેના પર હળવાશથી આંગળીઓને ગોળ ગોળ ફેરવો. એવું કરવાથી આંખમાં બંધ કરી તેના પર  હળવાશથી આંગળીઓને ગોળગોળ ફેરવો. એવું કરવાથી આંખમાં રક્ત પ્રવાહ સરખો થશે. અને આંખની આસપાસની માંપેશિઓને રાહત પણ મળે છે.

 – ગર્મીની સીઝનમાં આકરા તાપથી આંખનું પાણી સુકાવા લાગે છે. એટલે બંને એટલું પાણી વધુ માત્રામાં પીવું જરુરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.