શું તમારે ગાજરના ઘૂઘરા ખાવા છે?

recipes
recipes

ગાજરનાં ઘૂઘરા બનાવવા માટેની સામગ્રીઃ

  • લાલ ગાજરઃ 250 ગ્રામ
  • માવોઃ 50 ગ્રામ
  • ખાંડઃ 200 ગ્રામ
  • ઝીણું કોપરાનું ખમણઃ 25 ગ્રામ
  • કાજુનો ભૂકોઃ 1 ટેબલસ્પૂન
  • મેંદોઃ 250 ગ્રામ
  • કોર્નફ્લોરઃ 1 ટેબલસ્પૂન
  • ઘી, એલચીઃ જરૂરિયાત મુજબ

ગાજરનાં ઘૂઘરા બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે ગાજર લઇ લો. તેને તમે બરાબર છોલી નાખો. અને પછી ધોઇને લીલો અને સફેદ બાગ ન આવે તે રીતે તમે છીણી નાખો. જેને માટે તમે ગાજરને બાજુએથી છીણવાથી તેની વચ્ચે એક સફેદ ભાગ રહી જશે તેને કાઢી નાખવો.

ત્યાર બાદ તમે તે છીણને વરાળથી બાફી લો. હવે એક વાસણ લઇ લો. તે વાસણમાં તમે ઘી નાખો. પછી તેમાં એલચીનાં દાણાનો વઘાર કરીને છીણને બરાબર સાંતળવું. ત્યાર બાદ તેમાં ખાંડ નાખવી.

હવે ખાંડનું પાણી બળે એટલે તેને ઉતારી તેમાં થોડોક શેકેલો માવો, કાજુનો ઝેર, શેકેલી ખસખસ અને કોપરાનું ખમણ તેમજ એલચીનો ભૂકો નાખીને તેને હલાવો અને પછી સાંજો તૈયાર કરી લેવો.

હવે મેંદાનાં લોટમાં કોર્નફ્લોર ભેળવી દો અને પછી તેમાં ઘીનું મોયણ નાખી કઠણ કણક બાંધી દો. પછી એક કલાક સુધી કણકને ઢાંકી રહેવા દો. ત્યાર બાદ ઠંડું થઇ ગયેલું લઇને તેમાંથી પૂરી બનાવવી. ને પછી તેમાં તૈયાર કરેલ ગાજરનો સાંજો ભરીને પૂરીને ઘૂઘરા કટરથી કાપીને તેની કિનારીઓને બરાબર ફરતે જાડી કરી દેવી એટલે કે સરસ રીતે ફરતે બોર્ડર કરવી. અને પછી તેને ઘીમાં તળી લેવાં.

Loading...