Abtak Media Google News

તંબાકુ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ તો તમે બધા જાણો જ છો. તમાકુનો જ એક સ્વરૂપ છે ગુટકા જેને સોપારી અને કાથો તથા ચુનો મેળવીને બનાવવામાં આવે છે, તેની સાથે જ ઝેરી કેમિકલ પણ મેળવવામાં આવે છે. જે શરીરના અંગો ને ધીરે ધીરે કરીને ખરાબ કરે છે. માવો બનાવવામાં પણ તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે જે એટલો જ ખતરનાક છે.

તમાકુ ખાવાથી કેન્સર થાય છે એ તો બધા જ જાણે છે પરંતુ આ સિવાય એવી ઘણી બીમારીઓ થાય છે જેનો તમને અંદાજો પણ નથી હોતો. જો આ બાબતની જાણ તમને થઈ જાય તો તમે જરૂરથી તંબાકુ છોડી દો. તો ચાલો અમે તમને જણાવી આજે તમ્બાકુથી થતા નુકસાન વિશે.

સતત તમાકુ અને માવો ખાવાથી તમારા દાંત ખરાબ થઈ જાય છે અને ઢીલા પડી જાય છે. બેકટરીયા દાંત વચ્ચે જગ્યા બનાવી લે છે અને દાંત સડવા લાગે છે. દાંત પીળા થઇ જાય છે અને ધીમે ધીમે કરીને પડવા લાગે છે. તંબાકુ શરીર પર ખૂબ જ ખરાબ અસર પાડે છે. તમાકુમાં ઘણા નશીલા પદાર્થોનું મિશ્રણ હોય છે જે શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તંબાકુ માં 450 જાતના ઝેરીલા પદાર્થો હોય છે જે શરીરને નુકસાન પહોંચાડવા અગત્યનો ભાગ ભજવે છે.

તંબાકુ અને ગુટકા ખાનારા લોકોની જીભ, જડબાં અને ગાલની અંદર સફેદ ચાંદા બની જાય છે જેના લીધે મોઢાનું કેન્સર ની શરૂઆત થાય છે. જેના લીધે ધીરે-ધીરે મોઢુ ખુલવાનું બંધ થઈ જાય છે અને મોઢાનું કેન્સર ફેલાવા લાગે છે. તમાકુ અને ગુટકા ખાવાથી શરીર ના હોર્મોન્સ ખૂબ જ પ્રભાવિત થાય છે જેના લીધે તેને ખૂબ જ નુકસાન પહોંચે છે જેનો તમને અંદાજો પણ નથી થતો.

તમાકુ અને ગુટકા ની લત બહુ જલદી લોકોને લાગી જાય છે. એક રિસર્ચમાં જણાવેલ છે કે તમાકુ કેન્સર જેવી બીમારીઓને જન્મ નથી આપતી પરંતુ તેના લીધે સેક્સ લાઈફ પર પણ અસર થાય છે. તંબાકુ ખાવાથી કે માવો ખાવાથી તમને થોડી વાર માટે તો સંતુષ્ટિ જરૂર મળશે પરંતુ તમે જિંદગી ખોઈ બેસો છો. તંબાકુનો હિસાબે તમારા પરિવાર ઉપર પણ અસર પડે છે પોતાના માટે તો નહીં પણ પોતાના પરિવાર માટે જરૂરથી આ સેવન કરવાનું બંધ કરી દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.