Abtak Media Google News

મહિલાઓ માટે તેના વાળ ખૂબ જ મહત્વના હોય છે જેને સુંદર બનાવવા તેઓ જાત-જાતનાં નુસ્ખા કરતી હોય છે. પહેલાના સમયમાં મહિલાઓ હંમેશા પોતાના વાળ બાંધીને રાખતી હતી જો કે હવે વાળ ખુલ્લા રાખવાનું ચલણ વધ્યુ છે. પરંતુ અમુક કારણોસર શુભ કાર્ય અને પ્રસંગમાં વાળ ખુલ્લા રાખવા જોઇએ નહીં. તો તમને જણાવી દઇએ કે હિન્દુ શાસ્ત્રોમાં વાળ ખુલ્લા રાખવા યોગ્ય માનવામાં આવતુ નથી માટે પ્રાચીન કાળની મહિલાઓ ફક્ત ખાસ અવસરોમાં જ પોતાના વાળ ખુલ્લા રાખતી હતી.

Longevity Sleep Cure Erik Madigan Heckએવું કહેવામાં આવે છે કે જે મહિલાઓ ખુલ્લા વાળ રાખે છે તેની ઉ૫ર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ જલ્દી પડી જાય છે. અને જીવનમાં વિધ્ન આવે છે ધાર્મિક જાણકારી અને આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પ્રમાણે રાત્રે સુતી વખતે વાળ ખોલીને સુવુ જોઇએ નહીં કારણ કે પુરાણો પ્રમાણે આમ કરવાથી મહિલાના વ્યક્તિત્વ ઉપર દ્વેષપૂર્ણ અસરો થાય છે. ખાસ તો જ્યારે ચંદ્રમાંની ચાંદની વધી જાય છે ત્યારે મન ખૂબ જ ભાવુક થઇ જાય છે અને તે સમય પ્રેતઆત્માઓ ખૂબ જ સરળતાથી મહિલાઓને પોતાના વશમાં કરી લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.