Abtak Media Google News

તમે બેસન , નાળિયેર , તલના લાડવા તો ખાયા જ હશે. જો તમને પણ ડૅઝર્ટ ખાવાનું મન છે તો ઘરે પનીર અને ગુલકંદથી તૈયાર લાડુ બનાવીને ખાઓ. ગમે તેમ હોય પરંતુ ઘરે બનાવેલી મીઠાઈનો ટેસ્ટ તદન અલગ જ હોય છે. તો જાણો ગુલકંદ અને ગુલાબથી ભરેલા આ લાડુ.

સામગ્રી

દૂધ- 2 લિટર

લીંબુનો રસ- 4 ટેસ્બલપ્યુન

ગુલાબ સિરપ- 90 ગ્રામ

ચીન પાઉડર- 100 ગ્રામ

દૂધ- 50 મિલી

ગુલકંદ- 4 ટેસ્બલપ્યુન

સુકા ગુલાબની પાંદડી- ગાર્નિશ માટે

પદ્ધતિ

  1. સૌથી પહેલા પેન માં દૂધ ઉમેરો અને તેને ઉકાળાવો અને તે પછી તેને લીંબુના રસમાં ઉમેરી દૂધને ફાડી નાખો.
  2. હવે તેમાથી પાણી અલગ કરો અને બાઉલમાં કાઢી લો.
  3. પછી તેમાં ગુલાબ સિરપ, ખાંડ બૂરું , ત્યારબાદ દૂધને ઉમેરી તેને ભેળવી લો.
  4. હવે આ મિશ્રણથી અમુક ભાગ લઈ લાડુની જેમ ગોળ કરો અને આ દરમિયાન લાડુની અંદર ગુલકંદ ઉમેરી લો ત્યારબાદ તેને લાડુનો આકાર આપો
  5. આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરી લાડુ બનાવો. લાડુને 30 મિનિટ સુધી ફ્રિજ રાખો.
  6. ત્યારબાદ તેને ગુલાબની પાંદડી થી ગાર્નિશ કરી સર્વ કરો

તો તૈયાર છે આ ગુલકંદ ગુલાબના લાડુ…

65D6B9Ff75E1C1E0F6765B14F77E6411 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.