શું તમે પણ વિટામિન સી વધુ માત્રામાં લ્યો છો ? ઇમ્યુનીટી વધારવાના ચક્કરમાં થઈ શકે છે શરીરને નુકસાન

કોરોનાકાળમાં લોકો પોતાની રોગપ્રિકારકશક્તિ વધારવા માટે ગૂગલ પર અલગ અલગ નુસ્ખાઓ શોધતા હોય છે.વર્ષ 2020 નો સૌથી વધુ શોધાયેલ કીવર્ડ રોગપ્રિકારકશક્તિ બન્યો છે. કોરોના વાયરસે દરેકને તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની અને કોઈપણ રોગને હળવાશમાં ન લેવાની ચેતવણી આપી છે. કોરોનાને નાથવા માટે રોગપ્રતિકારકશકિત વધુ હોવી જોઈએ. રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે અત્યારે લોકો વિટામિન સી વાળી વસ્તુઓનું વધુ સેવન કરતા હોય છે.

તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વિટામિન સીનું સેવન કરવું આવશ્યક છે પરંતુ વધુ માત્રામાં વિટામિન સી લેવું સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. વિટામિન સીના વધુ પડતા ઉપયોગથી તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે અને ત્વચામાં એલર્જી પણ થઈ શકે છે. તેથી તેના ડોઝની માત્રા જાણવી ખૂબ જ જરૂર છે.

શરીરને કેટલી વિટામિન સીની માત્રાની જરૂર છે ?

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તમે દરરોજ 2000 મિલિગ્રામ વિટામિન સીનો વપરાશ કરી શકો છો. વધુ માત્રામાં વિટામિન સી લેવાથી ડાયરિયા, ઊલટી, પેટમાં બળતરા, ઉબકા, પેટમાં ખેંચાણ, અનિદ્રા, માથાનો દુખાવો વગેરે પ્રકારની સમસ્યાઓ શરીરમાં આવી શકે છે.

અત્યાર સુધીના સંશોધન મુજબ દરરોજ 65-90 મિલિગ્રામ વિટામિન સીનું સેવન કરવું હિતાવહ છે. દરરોજ 2000ગ્રામ વિટામિન સી ગ્રહણ કરવાની શરીરની મર્યાદા હોય છે. એક નારંગીમાં લગભગ 51 મિલિગ્રામ વિટામિન સી હોય છે. આ રીતે, દરરોજ બે નારંગીનું સેવન કરવું વિટામિન સીની સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

Loading...