Abtak Media Google News

સ્મોકિંગ એટલે  કે ધ્રુમ્રપાનની લત મોટાભાગે યુવાનીમાં લાગે છે. જેમાં એક ફ્રેન્ડને કરતાં જોઇ તેની સાથે  રહેલા યંગસ્ટરને પણ તે કરવાથી ઉત્તેજના થઇ આવે છે. અને પછી તે જીજ્ઞાસા ક્યારે આદતમાં ફેરવાય જાય છે તે ખબર જ નથી રહેતી. પરંતુ એ આદત ક્યારે તેને કોરીખાય છે અને ખુદના જીવના જોખમ સાથે આજુબાજુનાં લોકોનાં જીવ પણ જોખમમાં મુકે છે. તેનું પણ તેને ભાન નથી હોતું.

– સામાન્યરીતે તમે જોયું જ હશે કે યુવક યુવતીઓ જ્યારે સ્મોકિંગ કરે છે ત્યારે એક જ સિગારેટનો ઉપયોગ કરે છે. જેનાથી તે સમયે તો આનંદ જ આનંદ હોય છે. પરંતુ બાદમાં તેની ખરાબ અસર પણ સામે આવે છે.

Cómo Afecta El Tabaco A La Salud Bucal 620X340 1ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઇન્ડીયા-૨૦૧૭ પ્રમાણે વર્ષ-૨૦૦૯-૨૦૧૦થી અત્યાર સુધી સેક્ધડ હેન્ડ સ્મોક એટલે કે ધ્રુમ્રપાન કરી એ પ્રદૂષિત ધુમાડાની અન્ય લોકોને પણ અસર થવી, જે બાબતે સાર્વજનીક સ્થળો પર ૨૯%થી ઘટી ૨૩% થયું છે. જ્યારે ઘરમાં એ પરિસ્થિતિ ૫૨%થી ઘટી ૩૯% થઇ છે. જ્યારે કાર્યસ્થળો પર તેમાં વધારો નોંધાયો છે. જે જાનલેવા સાબિત થઇ રહ્યું છે.

Smoking Female 1102

– ૧૦ વર્ષ પહેલાં આ અસર ૨૯.૯% હતી કે વધીને ૩૦.૨% થઇ છે.

– સેક્ધડ હેન્ડ સ્મોકથી હદ્યને વધુ માઠી અસર થાય છે. જેનો ભોગ સ્મોકિંગ નહીં કરનારા લોકો બની રહ્યાં છે.

– ફેશનમાં શરુ કરેલી સિગારેટ કેવી રીતે તમારા જીવનને કાળા ધુમાડામાં ગુંગળાવી નાંખે છે. તમને તેનું ભાન જ નથી રહેતું. જ્યારે એ ધુમાડો માત્ર તમને જ નહીં પરંતુ ઘરમાં તમારા પરિવાર અને ઘરની બહાર મિત્રો સગા-વહાલાઓને પણ મૃત્યુંનાં દ્વાર સુધી લઇ જાય છે.

Como Eliminar El Mal Aliento A Cigarro

– અને એટલે જ આ બાબતે સરકારે અને તેનાથી પ્રભાવિત  એવી યુવા પેઢીએ જાગૃતા કેળવવી અનિવાર્ય બન્યું છે. જેનાથી આવનાર પેઢીને પણ બચાવી શકાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.