Abtak Media Google News

શું તમને ખબર છે ફ્રીઝમાં ઘણી એવી વસ્તુઓ રાખવાથી તેનો ટેસ્ટ તો બદલાઇ જ છે સાથે તેના ન્યુટ્રિશન પણ ઓછા થઇ જાય છે. તો ચાલો અહીં તમને જણાવીશું કે કઇ વસ્તુઓ ફ્રીઝમાં મુકવાથી ખરાબ બની જતી હોય છે.

૧- બટાકા

– ઘણા લોકો બટાકા ફ્રીઝમાં મુકતા હોય છે. તેમજ ફ્રીઝમાં બટાકા મુકવાથી તેમા રહેલા સ્ટાર્ચ બે્રક થઇ શકે છે. જેથી સ્વાદ બગડી જાય છે. આ માટે બટાકાને ‚મ ટેમ્પરેચર પર એક ખુલ્લી બાસ્કેટમાં મુકવા જોઇએ.

૨- મધ

– મોટાભાગના લોકો મધ ફ્રીઝમાં મુકતા હોય છે. વાસ્તવમાં ફ્રીઝને ‚મ ટેમ્પરેચર પર રાખવુ જોઇએ.

૩- લસણ

– લસણને ઠંડકમાં રાખવાથી તેનો ફ્લેવર જતો રહે છે. જેથી લસણને સુષ્ક જગ્યાએ મુકવુ જોઇએ.

૪- બ્રેડ

– બેકરી એકપર્ટ સલાહ આપે છે કે બે્રડને ફ્રીઝમાં ન મુકવી જોઇએ. કારણકે ફ્રીઝમાં બ્રેડ મુકવાથી તે ડ્રાય થઇ જાય છે. ઉપરાંત તેનો સ્વાદ પણ જળવાતો નથી.

૫- કોફી

– કોફીને એર-ટાઇટ ડબ્બામાં મુકવી જોઇએ પાવડર હોય કે કોફી બીન્સ હોય, ફ્રીઝની ભિનાશ અને ભેજને કારણે તેનો ફ્લેવર જતો રહે છે.

૬- ડુંગળી

– જો તમારે ડુંગળી ફ્રીઝમાં મુકવી જ હોય તો ઝિપ બેગમાં મુકો અને પછી શાકભાજીના ખાનામાં મુકો. ડુંગળીને ફ્રીઝમાં મુકવાથી તે ફુગવાળી અને પોચી થઇ જાય છે.

૭- સફરજન

– જો સફરજન ‚મ ટેમ્પરેચર પર રાખશો તેની મીઠાશ અને રસ જળવાઇ રહેશે. ફ્રીઝમાં મુકવાથી તેમા રહેલા પોષકતત્વોને નાશ થઇ જાય છે. અને છાલ પણ સુકાઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.