Abtak Media Google News

ઘણા લોકો સતત કામ કરવાના કારણે પણ થાકી જઈને આરામથી પોતાના આંગળીના ટચાકિયા કરતા હોય છે. આવા લોકો એવું માનતા હોય છે કે આંગળીના ટચાકિયા પડવાના કારણે તેની આંગળીઓ ને આરામ મળે છે.

Screenshot 2વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ કરતા જાણવા મળ્યું છે કે આંગળીના ટચાકિયા ફોડવા એ વ્યક્તિઓને ખરાબ આદતો માની એક છે રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે જે કોઈપણ વ્યક્તિને વારેવારે આંગળીના ટચાકિયા બોલવાની ટેવ હોય તે વ્યક્તિના હાડકા નબળા પડી જતા હોય છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે જો તમે પણ તમારા પગ તથા હાથની આંગળીઓના વારેવારે ટચાકિયા ફોડ્યા કરતા હોય તો તેના કારણે તેની અંદર રહેલા સાંધા નબળા પડી જતા હોય છે અને તેની સીધી જ અસર તમારા હાડકા ઉપર પડે છે.

સામાન્ય રીતે આંગળી ઘૂંટણ તથા હથેળીના દરેક જોઈન્ટ ની વચ્ચે અમુક ખાસ પ્રકારનું લીક્વીડ હોય છે જે આપણા હાડકાની મજબૂતી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે. આ લીક્વીડ ના કારણે તમારા હાડકા ની મૂવમેન્ટનાકારણે હાડકાંની વધારે થતા ઘસારાને અટકાવી શકાય છે.

Screenshot 3હાડકા ની વચ્ચે રહેલું આ લિક્વિડ ઘટી જવાના કારણે તમારા હાડકાં ની મજબુતાઈ ઓછી થઈ જાય છે. અને સાથે સાથે તમારા સાંધા ની અંદર પણ દુખાવો થવા લાગે છે.જો વારેવારે ટચાકિયા ફોડવાની ટેવ હોય તો તેના કારણે વ્યક્તિ ના હાડકા ખૂબ નબળા પડી જતા હોય છે આથી આવા વ્યક્તિઓને વારેવારે હાથ તથા પગ દુખાવાની સમસ્યા પણ ઉત્પન્ન થતી હોય છે.

આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વારેવારે ટચાકિયા ફોડવા એ ખૂબ ખરાબ આદત માનવામાં આવે છે અને જો તમને પણ આવી આદત હોય તો આજે જ તેને છોડી દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.