આ રીતે કરો પેઇનલેસ વેક્સિગં…..

waxing
waxing

જો તમે પહેલ વખત વેક્સિગં કરવતા હોય તો તે ખૂબ જ દર્દનાક રહે છે માટે અમે કંઇક એવી ટિપ્સ લઇને આવી રહ્યા છીએ જેનાથી વેક્સિગં કરાવતી વખતે તમને ઓછો દુ:ખાવો થશે. જે દિવસે તમારે વેક્સિગં કરવાનું હોય તે દિવસે. સવારે કોફી પીશો નહીં તેનાથી સાવ તો દર્દ કમ નહી થાય પરંતુ તમને થોડી રાહત તો થશે. કોફીમાં કેફીનની માત્રા રહેલી છે. જેનુ સેવન કરવાથી છીદ્રો ઉત્તેજીત થાય છે અને જ્યારે વેક્સિગં કરવામાં આવે ત્યારે વધુ ખેચાય છે. જો તમને લાગતુ હોય કે તમારુ વેક્સિગં ખૂબ જ દર્દનાક થવાનું છે તો તેના માટે પણ બજારમાં એડવિલ, ઇબુપ્રોફેન, એસ્પિરિન જેવી દવાઓ લઇ શકો છો.

જેને તમે વેક્સિગંની ૩૦ મિનિટ પહેલા લેવું જોઇએ વેક્સિગં બાદ એલોવેરા અથવા અન્ય કોઇ જેલ લગાવી લો તેનાથી ત્વચા પર નિશાન પડશે નહીં. પિરિયડ દરમિયાન વેક્સિંગ કરવી યોગ્ય નથી કારણ કે તે સમયે ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. વેક્સિગં કરવાનો યોગ્ય સમય પિરિયડ્સ બાદ જ છે કારણ કે તે સમયે બોડી ફરીથી નોર્મલ બની જાય છે, વેક્સિગં બાદ પણ ત્વચા થોડા સમય માટે સંવેદનશીલ બની જતી હોય છે માટે બાદમાં ઢીલા કપડા પહેરવાથી ખંજવાળ આવતી નથી અને પરસેવાથી પણ રાહત મળે છે.

Loading...