Abtak Media Google News

પર્યાવરણ અને જંગલને બચાવવા ઉત્તરા ખંડનું ચીપકો આંદોલન યાદ હશે ને એવું જ કંઇક આંદોલન વર્તમાન સમયમાં જર્મનીમાં ચાલી રહ્યું છે. જ્યાં જંગલને બચાવવા માટે ઝાડ પર જ લોકોએ ઘર બનાવ્યા હતા. જર્મનીમાં પણ લોકોએ ઉત્તરાખંડની જેમ મૂડીવાડી વ્યવસ્થાનો માત્ર વિરોધ જ કર્યો એવું નથી પરંતુ જંગલ બચાવવા પોતાના જીવને પણ જોખમમાં મુકવા તૈયાર છે.

જર્મનીના બોન શહેરમાં જલવાયુ પરિવર્તનને લઇને દુનિયાનાં અનેક મોટા દેશ વચ્ચે ચર્ચા ચાલી રહી છે ત્યારે બોનથી થોડા કિલોમીટર દૂર જર્મનીનું હમ્બખ જંગલ આવેલું છે. જેને બચાવવા અનેક એક્ટિવિસ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે એક તરફ શુધ્ધ વાતાવરણની વાત થઇ રહી છે. તો માત્ર ત્યાંથી ૫૦ kmદૂર પ્રકૃતિના રક્ષક એવા જંગલને સમાપ્ત કરવાની સરકારી નીતીનો વિરોધ થઇ રહ્યો છે.

પ્રદર્શનકારીઓ યુરોપનાં એ સૌથી જુના જંગલને બચાવવા નીકડી પડ્યા છે. જે હવે ખતરામાં છે રીપોર્ટ મુજબ જર્મનીની બીજી સૌથી મોટી માઇનીંગ કંપની RWE આ જંગલમાંથી બ્રાઉન કોલ કાઢવામાં લાગેલી છે. આ જંગલને ૯૦% ભાગ કપાઇ ચુંક્યો છે. અને આશરે ૧.૫૦,૦૦૦ લોકો પલાયન માટે મજબૂર થયા છે જેના પગલે આ જંગલને બચાવવા આગળ આવતા લોકોએ ઝાડ પર જ મકાન બનાવ્યા છે. જેથી તેને કાપવાથી રોકી શકાય. આ જંગલને બચાવવા યુએસ વિરોધ દર્શાવી રહ્યા છે તો અનેકો પ્રદર્શનકર્તાઓને જેલવાસ ભોગવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે પર્યાવરણ બચાવવાની વાત કરતું જર્મની ખુદ યુરોપનું ૨૦% કાર્બન ઉત્પન્ન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.