Abtak Media Google News

યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે; જે મનુષ્ય અને પ્રકૃતિ મધ્યોની સંવાદિતાનું મૂળરૂપ છે, એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. ચાલો, આપણે એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.

સુર્ય નમસ્કાર

જો તમે સમયના પ્રવાહમાં તંદુરસ્ત રહેવા માટે કોઈ એક જ મંત્ર કે યોગ શૃંખલા  શોધી રહ્યા હો તો તેનો જવાબ છે સુર્ય નમસ્કાર. જે તમારા સંપૂર્ણ રૂધિરાભિસરણ તંત્રને યોગ્ય વ્યાયામ આપતા ૧૨  શક્તિશાળી યોગાસનોનો  એક સમૂહ છે. શાબ્દિક અનુવાદ પ્રમાણે સૂર્ય નમસ્કારના આસનો શરીરની તંદુરસ્તી, આકાર તથા મનને શાંત અને સ્વસ્થ રાખવા માટે એક સચોટ ઉપાય છે.

સુર્ય નમસ્કાર  ખાલી પેટે વહેલી સવારે કરવામાં આવે છે.

અસરકારક સુર્ય નમસ્કાર શરૂ કરીએ

સુર્ય નમસ્કાર બાર આસનોનો એક સંપૂર્ણ સમૂહ છે.  દરેક સુર્ય નમસ્કારના એક આવર્તનમાં કૂલ બે વખત આ બાર આસનોના સમૂહનો સમાવેશ થાય છે. બે વખત આ બાર આસનો કરો ત્યારે સુર્ય નમસ્કારનું એક આવર્તન પૂરું થયું ગણાય. પહેલી વખત બાર આસનો થયા બાદ બીજો ભાગ પૂર્ણ કરતા હો ત્યારે  તમારે (નીચે આપવામાં આવેલી  સ્થિતી  ૪ અને ૯માં) જમણાને બદલે ડાબી બાજૂનો પગ ખસેડવો, મુદ્રાઓ એ જ ક્રમમાં કરવી. તમને કદાચ સુર્ય નમસ્કાર કરવાની  વિવિધ પધ્ધતિઓ બીજે કશેક મળી શકશે પણ એક ચોક્કસ રીત અને ક્રમને વળગી રહીને એનો નિયમિત અભ્યાસ કરવાથી તેનું શ્રેષ્ઠ પરિણામ મળે  છે.

1304604660 1383933121આવતા દસ દિવસ સુર્ય નમસ્કાર દ્વારા આપણે સારું સ્વાસ્થ્ય તો મેળવીશું જ, પરંતું તે ઉપરાંત સુર્યને  નમસ્કાર કરીને આપણું આ પૃથ્વી ગ્રહ પર જીવન જીવવું શક્ય બનાવવા બદલ સૂર્ય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ  સૂર્ય ઉર્જા તરફ અનુગ્રહની લાગણી વ્યકત કરવાની સાથે તમારો દિવસ શરૂ કરવાની તમને તક સાંપડી છે.

૧૨ આસનોનો એક સમૂહ- સુર્ય નમસ્કાર અને સાથે અન્ય યોગાસનો કર્યા બાદ જ્યારે  યોગનીદ્રા કરીએ છીએ ત્યારે ખૂબ ઊંડો આરામ મળે છે. તમને સુર્ય નમસ્કાર તમારી તંદુરસ્તી, ખુશાલી અને શાંતિ આપનારો  મંત્ર હોવાનો અનુભવ થશે. એક એવો મંત્ર જેની અસર લાંબો સમય સુધી રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.