Abtak Media Google News

આર્ટિફિશિયલ ઇન્ટેલિન્સની શરૂઆત 1950ના દશકમાં થઇ હતી, આ ટેક્નોલોજીની મદદથી કોમ્પ્યુટર સિસ્ટમ અથવા રોબોટિક સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે.આ સિસ્ટમ માનવીના મગજની જેમ કામ કરવાનો પ્રયાસ કરશે, કહી શકાય કે માનવી કરતાં વધુ સારી રીતે કામ કરશે.આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિન્સનીનો ઉપયોગ થવા લાગ્યો છે.

હવે જલ્દીમાં જ આપણને ટીવી ચેનલમાં માણસ નહિ પરંતુ રોબોટ ન્યૂઝ વાંચતાં જોવા મળશે. જી હા, ચીનમાં પહેલી વખત રોબોટ દ્વારા ન્યૂઝ વાંચવામાં આવ્યા છે. ચાઇના માં સરકારી ટીવી ચેનલો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ બે રોબટ એન્કર દ્વારા સમાચાર વાચવામાં આવ્યા હતા.

ચાઇનાની સરકારી સમાચાર એજન્સી શીન્હુઆએ આ અઠવાડિયે રોબોટને ન્યૂઝ એન્કર બનાવી સમાચાર વાંચવાની શરૂઆત કરી છે. એજન્સીએ તેને ‘વિશ્વ માં આ પ્રકારનો પ્રથમ ઉપયોગ જણાવ્યું છે. આ રોબટ દેખાવ અને અવાજ માં બિલકુલ મનુષ્ય જેવું જ લાગે છે

સમાચાર એજન્સીએ કહ્યું છે કે આ એન્કર મનુષ્ય કરતાં પણ વધુ સારું કામ કરે છે. આ રોબોટ સતત ૨૪ કલાક સુધી કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય કોઈ તાજા સમાચાર આવેલ હોય તેને પણ જલ્દીથી પ્ર્સ્તુત કરે છે.

ન્યૂઝ એજન્સીએ કહ્યું છે, ‘આ ગ્લોબલ આર્ટિફિશલ ઇન્ટેલિજેન્સ સિન્ટેસીસ માં ક્રાંતિની જેમ છે. વાસ્તવિક સમાચાર એન્કરની ફેશિયલ એક્સપ્રેસન, લિપ મૂવમેન્ટ અને હાઉ-ભાવ માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.