Abtak Media Google News

જીએસટીઆર-૩ બીમાં માસિક રિટર્નમાં કોઈ ભૂલ રહી ગઈ હશે તો તે સુધારી શકાશે નાણા મંત્રાલયની જાહેરાત

ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ જીએસટી રીટર્ન ભરવાની ભૂલોથી ગભરાશો નહી કેમકે ફાઈલ કરવા માટે વધુ એક તક અપાશે

નાણા મંત્રાલયે એવી મંજૂરી આપી છે કે જીએસટીનું માસિક રીટર્ન ફાઈલ કરવામાં થયેલી ભૂલોને ઓનલાઈન જીએસટીઆર ૩ બી જ સુધારી શકાય. માટે હવે જીએસટી રીટર્ન ભરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોયતો કરદાતાઓએ ગભરાવાની જરૂર નથી પેનલ્ટી નહી લાગે.

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે જીએસટીઆર-૩માં કોઈ નેગેટિવ એન્ટ્રી થઈ ગઈ હશે તો તેની રીટર્ન પર કોઈ જ પ્રતિકૂળ અસર નહીં પડે કે કોઈ દંડાત્મક પગલાનો સામનો કરદાતાએ નહી કરવો પડે ઉલ્લેખનીય છે કે ગત ૧ લી જૂલાઈથી ગૂડઝ એન્ડ સર્વીસ ટેકસ લાદવામાં આવ્યો છે. ત્યારથી તેમાં વેપારીઓને માસિક કે ત્રિમાસિક રીટર્ન ફાઈલ કરવામાં પડતી મુશ્કેલીઓનું અધ્યયન કરીને જીએસટી કાઉન્સિલે નિયમોમાં અને ઈ રીયર્ન ફાઈલીંગ સીસ્ટમમાં વખતોવખત ફેરફાર કર્યા છે. જીએસટીઆર-૩ બી સિવાય જીએસટીઆર ૧માં પણ ઓનલાઈન રેકિટફાય કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.