Abtak Media Google News

ભારતના મીડ-પ્રાઇઝ માર્કેટને હડપવાનો એપલની નવી રણનીતી

આઇફોન ઇસ્છુક ગ્રાહકો માટે એપલ કંપની ખુરખબર લઇને આવી છે. હવે આઇફોન પ-એક ફકત ૧૫,૦૦૦ ‚પિયામાં મળશે. કેપ્ચરિનો, કેલિફોનિયા સ્થિત એપલ કંપની ઓનલાઇન એકસકલુઝીવ રીટેલીંગ રણનીતી અંતર્ગત ચાર વર્ષ પહેલા લોન્ચ કરેલા આઇફોન પ-એસ ની કિંમત ઘટાડીને ૧૫,૦૦૦ ‚પિયા રાખવાની સભાવના છે. જેનો મુખ્ય હેતુ ભારતના મીડ-પ્રાઇઝ માર્કેટને હડપવાનો છે. જે ઉપર હાલ ચાઇનીઝ મેન્યુફેકચર્સ અને સેમસંગનું પ્રભુત્વ છે.

ત્રણ સીનીયર ઇન્ડસ્ટ્રી અધિકારીઓએ આ અંગે કહ્યું કે, કંપનીના વિતરકોએ સેલફોન સ્ટોરીને અગાઉથી જ સુચિત કર્યા છે.

આઇફોન ૫-એસ ની સપ્લાય ઓછી થઇ જશે. અને આ મોડેલ માત્ર ઓનલાઇન જ એક આક્રમક પ્રાઇઝ પોઇન્ટથી વેચાશે. તેમણે કહ્યું કે, આઇફોન એસઇ એપલ માટે ભારતમાં ઓફલાઇન એન્ટ્રી હેન્ડસેન્ટ બની જશે. જેની કિંમત ‚ા ૨૦,૦૦૦ છે. આઇફોન ૫-એસની વર્તમાન કિંમત ‚ા ૧૮,૦૦૦ છે.

એપલ ભારતમાં એક આક્રમક મુલ્ય નિર્ધારણની સાથે એક આઇફોન મોડેલ બનાવવા ઇચ્છતુ હતું. પરંતુ આ પ્રસ્તાવનો સરકારે અસ્વીકાર કર્યો. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, આઇફોન ૫-એસની કિંમત ઘટાડવાના પગલાની એપલ ભારતમાં વિકાસની ઉચ્ચગતિને જાળવી રાખશે. કારણ કે ઓકટોબરની આસપાસ નવા મોડેલ લોન્ચ થવા સુધીમાં મે-જુનમાં આઇફોનનું વેચાણ શરુ થઇ જશે. ભારતમાં આઇફોનનું ઓનલાઇન વેચાણ ૫૦ થી પપ ટકા સુધી થાય છે. ઇન્ડસ્ટ્રી માટે ૯૦ ટકા છે.

એપલ આ આક્રમક કિંમતની સાથે મોટોરોલા, કસીયોમી, લેનોવો, ઓપ્યો અને સેમસંગ ના ઓનલાઇન વિશેષ મોડેલની વિ‚ઘ્ધ પ્રતિસ્પર્ધા કરવામાં સક્ષમ બનશે. જો કે એપલને આ અંગે પુછવામાં આવતા પ્રશ્ર્નનો કોઇ જવાબ આપ્યો ન હતો. હોગકોંગ સ્થિત કાઉન્ટર પોઇન્ટ રિચર્સના મતાનુસાર આઇફોન ૫-એસમાં લગભગ ર૦ ટકા આઇફોન શિપમેંટ ભારતમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.