Abtak Media Google News

ડાર્ક નેટ પર હેકરોએ ૬૧૭ મીલીયન ઓનલાઇન એકાઉન્ટની વિગતો જુદી જુદી ૧૬ વેલસાઇટ પર વેચવા માટે મૂકી છે

ડાર્ક નેટ પર મુકેલા ઓનલાઇન એકાઉન્ટની વિગતો કાયદેસર હોવાનું મલ્ટી ગીગાબાઇટ ડેટા બેસ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે.આ વિગતોમાં મુખ્યત્વે હેકરીએ આખી વેબસાઇટ જ હેઠ કરેલી છે તેમાં ખાસ કરીને એકાઉન્ટ ધારકનું નામ, ઇ-મેઇલ સરનામાં તેમજ પાસવર્ડ વેચવા માટે મુકેલા છે. જેનો કોઇપણ વ્યકિત ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી શકે છે. સોશીયલ મીડીયા પરની વિગતોનો પણ તેમાં સમાવેશ કરેલ છે.પરીદદાર કોણ છે?જે વિગતો ૧૬ વેબસાઇટ પર વેચવા માટે મુકવામાં આવી છે તે સસ્તી છે જેનાથી કોઇપણ વ્યકિત વેબસાઇટ પર લોગઇન થઇ તેની માહીતી આ ઉપરાંત તમામ ડેટાબેઝ હેકરો દ્વારા અલગ અલગ કરવામાં આવ્યા છે. જેમાં વપરાશકર્તા એકાઉન્ટના ડેટા કાઢવા માટે વેલ એટલીકેશનની અંદર વાયરસ પણ મૂકી શકે છે. વેબસાઇટ પર રહેલા ડેટાનું જોખમ પણ વધી શકે છે.

આ ડેટાના ખરીદદાર મોટા બીઝનેસમેન તેમજ ગેરકાયદેસર રીતે કામ કરતી સંસ્થાઓ ફેક કોલ સેન્ટરો છે. જેના દ્વારા લોકો સુધી ખોટી માહીતીઓ પહોચાડી નાણાં ખંખેરવા માટે ખાસ કરીને આ હેડ કરેલા એકાઉન્ટનો ઉપયોગ થઇ શકે છે.

હેકરીએ હેડ કરીને વેચવા માટેે મુકેલ વેબસાઇટોની માહીતી કંઇક આ પ્રમાણે છે.ડબમેશ વેબસાઇટ પર ૧૬૨ મીલીયન એકાઉન્ટ મુકેલા છે. માય ફીટનેસ પાલ વેબસાઇટ પર ૧૫૧ મીલીયન એકાઉન્ટ,માય હેરિટેજ વેબસાઇટ પર ૯૨ મીલીયન એકાઉન્ટ,શેર થીર્સ વેબસાઇટ પર ૪ર મીલીયન એકાઉન્ટ,હુટ લૂક પર ૨૮ મીલીયન એકાઉન્ટ,એનીમોટો પર ૫૨ મીલીયન એકાઉન્ટ,આઇ એમ પર૨૮ મીલીયન એકાઉન્ટ,એઇટ ફીટ  પર ૨૦  મીલીયન એકાઉન્ટ,હાઇટ પ્રેજીસ પર ૧૮  મીલીયન એકાઉન્ટ,ફોટોલોગ પર ૧૬ મીલીયન એકાઉન્ટ, સો પીએકસ પર ૧પ મીલીયન એકાઉન્ટ,આર્મર ગેમ્સ પર ૪૨ મીલીયન એકાઉન્ટ,બુક મેટ પર ૮ મીલીયન એકાઉન્ટ, કોફી મીટસ બુગેલ પર ૬ મીલીયન એકાઉન્ટ, એસ્ટ્રા પર૧ મીલીયન એકાઉન્ટ, ડેટા કેમ્પ પર ૭ લાખ એકાઉન્ટઉપરોકત બધી થઇને  કુલ ૬૧૭ મીલીયન એકાઉન્ટ નો ડેટા આ ૧૬ વેબસાઇટ પર બેસવા માટે મુકેલો છે.હવે આ બધા ડેટામાંથી કયાંક તમારી વેબસાઇટ કે ઇ-મેઇલ એડ્રેસ તો વેચવા માટે મુકાઇ નથી.ગયાને તે ચેક કરી લેજો.

જે રીતે ડિજીટલ વિશ્વમાં ગુનાખોરી વધી રહી છે. તે પ્રમાણે સિકયોરીટીનો પ્રશ્ન અત્યારે સળગતો છે? આનું નીરાકરણ શું ? સરકારનું પગલા ભરી રહી છે તે વિશે જાણવું જ રહ્યું.આવતા દિવસોમાં સિકયોરીટી જ ડીજીટીલ મીડીયા વિશ્વમાં મહત્વનું પાસુ બની રહેશે તો તેના માટે તમે કેટલા સજજ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.