Abtak Media Google News

૫.૭૭ રૂપિયાની સોય હોસ્પિટલો ૧૦૬ રૂપિયામાં દર્દીઓને વહેચે છે

ખાનગી હોસ્૫િટલોને લઇને અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જાણવામાં આવ્યું છે કે પ્રાઇવેટ હોસ્પિટલો દવાઓ અને ડાયગ્નોસિસના નામે ૧૭૩૭ ટકાનો નફો રળી છે. આ ખુલાસો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરીટી દ્વારા કરવામાં આવ્યો છે. દિલ્હી અને એનસીઆરની ચાર મોટી પ્રાઇવેટ હોસ્પિટલોના પ્રાઇવેટ બીલની તપાસ બાદ આ મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીના કુલ બિલમાંથી ૪૬ ટકા ખર્ચ દવા અને ડાયગ્નોસ્ટિક પર થતો હોય છે.

મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વધારે ફાયદો દવા બનાવનારી કંપનીઓને નહીં પરંતુ હોસ્પિટલોને થાય છે. ખાનગી હોસ્પિટલો પોતે જ દવાઓ પર વધારે રેટ પ્રિન્ટ ધરાવે છે. તેઓ વધારે પડતી એવી જ દવાઓ લખે છે કે જે તેમને પોતાની ઓળખાણ વાળી ફાર્મસી દ્વારા બનાવવામાં આવતી હોય, આ સ્થિતિમાં દર્દી અન્ય કોઇ સ્થળેથી દવાઓ લઇ શકે નહીં. હોસ્પિટલ્સ ફાર્મસીઓ પર પ્રેશર બનાવે છે કે તે પોતાની દવાઓ પર અસલ કિંમતથી વધારે એમઆરપી લખે, તો જ તેઓ મોટો સ્ટોક ખરીદશે.

પાછલા અમુક દિવસોથી ખાનગી હોસ્પિટલો પર વધુ બિલ વસુલવાનો આરોપ મુકવામાં આવ્યો હોવાનું સામે આવતા એનપીએએ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો હોસ્પિટલને કોઇ નીડર એટલે કે સોય ૫.૯૯ રૂપિયામાં પડતી હોય તો તે દર્દીને ૧૦૬ રૂપિયામાં આપે છે. તેથી નફો ૧૩૩૭ ટકા સુધીનો થઇ જાય છે.

એનાલિસીસમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાઇસને કંટ્રોલ અને મોનીટર કરવાનો કોઇ કાયદો ન હોવાને કારણે તેના ભાવ બમણાં કરી દેવામાં આવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.