ન હોય…રમકડાના રિવ્યુ આપી ૬ વર્ષનો ટબૂડિયો કમાય છે કરોડો…

વર્ષના ટબૂડીયાની કમાણી કેટલી હોય શકે? રમવા કુદવાની ઉમરે બાળક કરોડો કમાવા લાગે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય છે. જોકે, વર્ષનાં બાળક રેયાનની વાત કંઈક અલગ છે. રેયાન દર અઠવાડીયે યૂટ્યૂબ પર રમકડાંનો રિવ્યૂ કરે છે. રિવ્યૂને કારણે તેમના માતાપિતા અઢળક કમાણી કરી રહ્યાં છે. રેયાને ગત વર્ષે ૧૧ મિલિયન ડોલરની કમાણી કરી હતી. ભારતીય મુદ્રામાં રકમ ૭૦ કરોડ કરતાં પણ વધારે છે. કમાણી પાછળ છે રેયાનનું યૂટ્યૂબ સ્ટાર્ડમ.

યૂટ્યૂબ પર રેયાનના વીડિયો કરોડો લોકો જુએ છે. વર્ષનો રેયાન ટૉય્ઝરિવ્યૂઝ નામથી એક યૂટ્યૂબ ચેનલ ચલાવે છે. યૂટ્યૂબ ચેનલનાં માધ્યમથી રેયાન તેમના વ્યૂઅર્સને રમકડાંની દુનિયામાં લઈ જાય છે. ફોર્બ્સ મેગેઝીને તેમને વર્ષ 2017માં દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા સેલેબ્રિટિઝની યાદીમાં સ્થાન આપ્યું હતું.

માર્ચ 2015માં શરૂ થયેલા રેયાન ટૉય્ઝરિવ્યૂના વીડિયો અત્યાર સુધી 16 અબજ કરતાં વધારે લોકોએ જોયા છે. આટલી પ્રસિદ્ધિ મેળવ્યા બાદ પણ રેયાન વિશે દુનિયાને વધુ જાણકારી નથી. તેનું પુરું નામ શું છે અને તે ક્યાં રહે છે, જેવા સવાલોના જવાબ ખૂબ ઓછા લોકોને ખબર છે. જાણકારી માત્ર એટલી છે કે તે અમેરિકન છે.

Loading...