Abtak Media Google News

આજના સ્ટાઇલીશયુગમાં તમામ લોકોને સુંદર અને ફીટ દેખાવું હોય છે. ફીટનેસ તો જાણે ફેશન બની ગઇ હોય તેમ યુવાનોથી માંડીને વૃધ્ધોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે ફીટ રહેવુું સ્વાસ્થ્ય માટે એક અતિઆવશ્યક ગણી શકાય તેવું પાસું છે ફીટ રહેવા માટે મોટેભાગે લોકો જીમમાં જતા હોય છે પરંતુ ઘણાખરા એવા લોકો પણ છે જેમની પાસે જીમમાં જવાનો સમય નથી અથવા તો કોઇ કારણોસર તેમને જીમમાં જવુ પસંદ નથી તો તેવા લોકોને ચિંતિત થવાની જરૂર નથી કારણકે ફીટનેસ જાળવવી હોય, તો ઘેરબેઠા પણ ઉ૫ચાર કરી શકો છો. તો આવો જાણીએ ફીટનેસ દ્વારા સુંદર દેખાવા ના પાંચ ઘરગથ્થુ ઉપચાર….

(૧) ગોઠણીની કસરત : ફીટ રહેવા ઘરગથ્થુ ઉપચારમાંનો એક ઉપચાર આ કસરત છે. જેમાં તમારે સામે કોઇ ટેબલ જેવી નીચી વસ્તુની જરૂર પડશે તે સામે કોઇ ટેબલ જેવી નીચી વસ્તુની જ‚ર પડશે તે ઉપર જમણા પગ વડે ચડીને ડાબો પગ વાડી નીચે આવી જમણા પગની મુળસ્થિતિ અને ડાબા પગને પાછળની બાજુ વાળવાનો રહેશે. ત્યારબાદ આવી જ રીતે ડાબા પગ વડે રજુઆત કરવી આમ ૧૦ થી ૧૨ વખત કરવાથી ગોઠણની કસરત તેમજ ફીટ રહેવામાં મદદરૂપ થશે.

(૨) ટ્રીસેપ સ્ટેઇર ડીપ : આ બીજા ઘરગથ્થુ ઉપચારમાં તમે સીડીના દાદરાં કે પગથિયાંનો ઉપયોગ કરી શકો છો જેમાં તમે જ્યાં બેઠા છો તેના કરતા ઉપર બીજા કે ત્રીજા દાદરા પર બંને હાથ મુકી બંને પગ ગોઠળથીવાળી પુસીંગ કરી કમર અને હાથની કસરત કરી શકો છો. ત્યાર બાદ બંને પગ લાંબા કરી તેવી જ રીતે કસરતનો અભ્યાસ કરો. આ પ્રકારની નિયમિત કસરત દ્વારા તમે ચોક્કસ પણે ફીટ રહી શકો છો. પરંતુ જો તમને પીઠદર્દ હોય તો તમે પગને ફર્શ પર સપાટ કરીને ૯૦ ડીગ્રી સુધી વાળીને પણ આ કસરત કરી શકો છો.

(૩) સ્કેટર સ્ટેપ : સ્કેટર સ્ટેપ કસરતમાં પણ સીડીના દાદરાં દ્વારા અભ્યાસ કરી શકશો. સૌપ્રથમ જે મુળસ્થાને ઉભા છો તેનાથી ઉપર બીજા કે ત્રીજા પગથિયાં પર ડાબો પગ મુકી ઝડપથી પાછો લઇ તેજ રીતે જમણો પગ મુકી ઝડપથી પાછો લઇ. સાતથી દસ મીનીટ સુધી કલાઇમીંગ કરો. આ દ્વારા પગની કસરત થશે જે તમારા શરીરમાં કેલેરીને ખત્મ કરે છે. જ્યારે તમે દાદરા ચડો ત્યારે માથુ ઉ૫રની બાજુએ હોવુ જોઇએ. આ કસરતથી પેટની માંસપેશીઓ સંલગ્ન થાય છે જે ફીટનેસ જાળવી રાખવામાં ખાસી એવી મદદ કરે છે.

(૪) માઉન્ટેઇન ક્લાઇમ્બર : માઉન્ટેઇન ક્લાઇમ્બરમાં તમારા મુળ સ્થાનેથી ઉપરની બાજુએ બીજા કે ત્રીજા પગથિયા પર હાથ મુકી હાથ વડે દબાણ કરી પુર-અપ કરવાનું આ સાથે પગને ધીમે-ધીમે તમારી તરફ વાળો તમારા ડાબા પગને ડાબા ખંભા બાજુ વાળી ફરી પાછી મુળ સ્થિતી પર આવી જાય ત્યારબાદ જમણા પગને જમણા ખંભા તરફવાળી ફરી પાછી મુળ સ્થિતી પર આવવુ. આવી રીતે વારાફરતી પગની કસરત કરવી.

(૫) સ્કોટ જમ્પ્સ : ફીટનેસ જાળવી રાખવાના આ ઘરગથ્થુ ઉપચાર સૌથી સરળ છે જેમાં જમીન પર પાલઢી વાળીને બેસીને બે હાથના જમીન પરના પ્રેસ્ડ વડે બીજા કે ત્રીજા પગથીયા પર કુદકો મારવો.

ઉ૫ર મુજબના પાંચેય ઉપચારમાં ઘરે બેઠાં ફીટનેસ જાળવી શકો છો. આ ઉ૫રાંત ફીટ રહેવા ચાલવાની ટેવ કેળવવી જોઇએ. તમારા શરીરના ફીટનેસ અને તંદુરસ્તી માટે દરરોજ ૧૫ મીનીટ ફાળવવી જ જોઇએ. આ માટે કોઇ જીમમાં જવાની જરૂર નથી. બસ આ ઘરગથ્થુ નુસખાં અપનાવી ફીટ રહી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.