ન હોય…દુલ્હાએ લગ્નના સ્ટેજ પર બનાવ્યું ટોઇલેટ અને પછી…

99
Toilet-on-stage
Toilet-on-stage

સાચો ‘સ્વચ્છ ભારત’નો ફેન છે આ દુલ્હો, લગ્નના સ્ટેજ પર બનાવ્યું ટોઇલેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનને ગામે ગામમાં ખાસ અસર કરી છે.

ન હોય… આપણે સૌ જાની એ છીએ કે લોકો અત્યારના સમયે લગ્ન કેટલા રૂપિયાનો ખર્ચો કરે છે અને લોકો સૌથી વધુ લોકો લગ્ન મંડપ ડેકોરેશનમાં રૂપિયા ખર્ચે છે પણ આવું પહેલી વાર જોવા મળ્યું કે આ દુલ્હાએ લગ્નના મંડપ ઉપર ટોઇલેટ બનાવ્યું હતું.

લોકો લગ્નના કાર્ડથી લઇને લગ્નના મંડપમાં પણ શૌચાલયનું મોડલ રાખીને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપી રહ્યા છે. હવે સ્થિતિ એ છે કે સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશો આપવા માટે લગ્નના સ્ટેજ ઉપર પણ ટોઇલેટનું મોડલ બનાવવામાં આવી રહ્યા છે.

આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના પલ્દૂના ગામમાં સામે આવ્યો છે. આ ગામમાં એક લગ્ન થઇ રહ્યા હતા. જ્યાં દુલ્હન અને દુલ્હાન માટેના લગ્નના સ્ટેજ પર શૌચાલયનું મોડલ પણ જોવા મળ્યું હતું.

લગ્નમાં પહોંચનારા મહેમાનોને સમજાવતા હતા કે ટોઇલેટ ઓન સ્ટેજનો હેતું પીએમ નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ આપવો છે.

ખાસ કરીને ગ્રામ્ય લોકોને સ્વચ્છતાનો સંદેશો આપવા માટે આ ટોઇલેટ બનાવવામાં આવ્યું હતું.

Loading...