Abtak Media Google News

વ્યભિચાર મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી રીટ પીટીશન અંગે સુનાવણી શરૂ

ભારતીય બંધારણની કલમ ૧૪ મુજબ વ્યભિચારના ગુનામાં પુરુષોને જ દોષિત ગણવા મામલે દાખલ થયેલી રીટ પીટીશનની સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટના ટોટલ પાંચ જજોની બેંચે વ્યભિચારના ગુનામાં પુરુષો જ સમાનતાના હકકનો ભંગ કરતા હોવાનું નોંધી આ સુનાવણીને આગળ ધપાવી હતી. ઉપરાંત વ્યભિચાર સંબંધિત કાયદાને જો હળવો બનાવવામાં આવે તો લગ્ન જેવા પવિત્ર સંબંધો પર જોખમ સર્જાય શકે તેવી ચિંતા પણ વ્યકત કરી હતી.

ઈટલીમાં રહેતા બિનનિવાસી ભારતીય જોસેફ સાઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ભારતીય દંડ સહિતનાની ૪૯૭ હેઠળ વ્યભિચાર વિશેના કાયદામાં પુરુષો અને મહિલાઓને સમાન સજા થવી જોઈએ તેવી જોગવાઈ કરવા અરજી કરી હતી જેના જવાબમાં સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, આ કાયદામાં ફેરફાર કરીને પુરુષ તથા મહિલા બંનેને સમાન સજાની જોગવાઈ કરવામાં આવશે તો વ્યભિચારનો કાયદો હળવો થઈ જશે અને સમાજ પર તેની માઠી અસર પડશે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, જસ્ટીસ આર.એફ.નરીમાન, એ.એમ. ખનવીલકર, ડી. વાય. ચંદ્રચુડ અને ઈન્દુ મનોત્રાની બેંચે ૭ જજોની બેંચ સમક્ષ આ અરજીને મોકલીને સુનાવણી ચાલુ રાખી છે.

વકિલ કાલીશ્ર્વરમ રાજે જણાવ્યું હતું કે, ૧૯૫૪માં ચાર જજોની બેંચે બંધારણની ૪૯૭ની કલમની માન્યતાને સમર્થન આપ્યું હતું અને બંધારણની કલમ ૧૫માં મહિલાઓ અને બાળકો માટે વિશેષ કાયદાને મંજુરી આપવામાં આવી છે પરંતુ આજના સમયની વાત અલગ છે. આજે પુરુષ અન્ય સ્ત્રી સાથે લગ્ને સંબંધ બાંધે છે અને પકડાઈ તો પાંચ વર્ષ સુધીની જેલની સજા છે. જયારે એવો જ ગુનો કરનાર મહિલાને કાયદો લાગુ પાડવામાં આવતો નથી.

વધુમાં એનજીઓ પાટનર્સ ફોર લો ઈન ડેવલોપમેન્ટના વકિલ મીનાક્ષી અરોરાએ જણાવ્યું હતું કે, કલમ ૪૯૭, પુરુષો માટે વ્યભિચારના ગુનેગાર તરીકે જોવામાં આવે છે. સામાપક્ષે સ્ત્રી પોતાના પતિ સાથે છેતરપિંડી કરી વ્યભિચાર કરતી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વ્યભિચારના કારણે છુટાછેડા સહિતના સંજોગો પણ ઉભા થતા હોય છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે પણ કલમ ૪૯૭ મામલે જો સ્ત્રીઓને દોષિત ગણવામાં આવે તો તેના માઠા પરીણામ આવવાની શકયતા વ્યકત કરી હતી.

આઈપીસીની કલમ ૪૯૭ લગ્ન જેવા પવિત્ર સંબંધોને રક્ષણ આપે છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે, સોમીત્રી વિષ્ણુના કેસમાં સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેંચે એડન્ટરી રિલેશન અંગે મહત્વનો ચુકાદો આપ્યો હોવાનું જણાવી વ્યભિચારના ગેરકાનુનીકરણથી વહિવાહીક સંબંધોની પવિત્રતા નબળી પડી જશે. પરીણામે વહિવાહીક સંબંધોમાં શિથીલતા આવશે. આ ઉપરાંત આઈપીસીની કલમ ૪૯૭ અને સીઆરપીસીની કલમ ૧૯૨(૨) ઉભા થનારા આંતરીક ઝઘડાનો હાનિકારક સાબિત થશે. હાલમાં જનહિતમાં પડકારરૂપ જોવાની આ સમસ્યાને ભારતીય સમાજના સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખી લગ્નના પવિત્ર બંધનને રક્ષણ માટે કલમ ૪૯૭ યોગ્ય હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.