Abtak Media Google News

રાજ્યમાં ગત માર્ચ મહિનાથી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેના કારણે રાજ્ય સરકારની આવક પર મોટી બ્રેક લાગી જવા પામી હતી. આર્થિક કટોકટીના કારણે ધારાસભ્યોને વિકાસકામો માટે ફાળવાતી ગ્રાન્ટ છેલ્લા 10 માસથી બંધ છે. દરમિયાન હવે સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે આગામી નવા નાણાકીય વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યોની વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે તેવી જાહેરાત આજે નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા બજેટ રજૂ કરતી વેળાએ કરવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, કોરોનાની વિકટ પરિસ્થિતિમાં છેલ્લા 10 માસથી ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા અટકાવી દેવામાં આવી છે. હવે જ્યારે સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે નવા નાણાકીય વર્ષ અર્થાત 1લી એપ્રીલથી તમામ ધારાસભ્યોને વિકાસ કામો માટે વાર્ષિક નિયત કરાયેલી ગ્રાન્ટ ફરી શરૂ કરી દેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.