સરકારી યુનિવર્સિટીઓમાં ૬ થી ૧૮ નવેમ્બર દિવાળી વેકેશન

નવું શૈક્ષણિક વર્ષ ૧ જુલાઈ ૨૦૨૧ સુધી શરૂ કરવાનું રહેશે

શિક્ષણ વિભાગ દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર  જાહેર કરવામાં આવ્યું છે. મેડિકલ અને ફાર્મસી સિવાય ના વિભાગ માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ૬ નવેમ્બરથી ૧૮ નવેમ્બર દિવાળી વેકેશન રહેશે. આમ ૧૩ દિવસનું દિવાળી વેકેશન રહેશે. નવું શૈક્ષણિક વર્ષ ૧ જુલાઈ ૨૦૨૧ સુધી શરૂ કરવાનું રહેશે

UG, PG, GTU અને પ્રોફેશનલ કોર્સ પૂર્ણ કરવા બાબતે તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ ૧ ડિસેમ્બર ૨૦૨૦ થી લઈ ૧ ઓગસ્ટ સુધી તબક્કાવાર કોર્સ પૂર્ણ કરવાના રહેશે. જરૂર પડે ઓનલાઇન ઓફલાઇન કલાસ કરવા અને એજ પદ્ધતિથી પરીક્ષા લેવા પણ સૂચન કરાયું છે.

પ્રાયોગિક કાર્યો ૧૫ ઓક્ટોબર બાદ શરૂ કરી શકાશે ,પરંતુ ૧૫ થી ૨૦  વિદ્યાર્થીઓ જ આવી શકશે. વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત છે પણ આંતરિક પરીક્ષા લેવાની રહેશે નહીં. સેમેસ્ટર પદ્ધતિના માળખામાં આંતરિક અને યુનિવર્સિટી પરીક્ષાના ગુણનું પ્રમાણ ૩૦:૭૦ રાખવામાં આવ્યું છે. જે યુનિવર્સિટીએ આંતરિક પરીક્ષા લઈ લીધી છે તેમણે તે મુજબ મૂલ્યાંકન કરવાનું રહેશે.

વિદ્યાર્થીઓ અને વિભાગોએ કોવિડ-૧૯ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. જે વિષય-વિદ્યાશાખામાં કાઉન્સિલ બોર્ડના નિયમો લાગુ પડતાં હોય તે સંદર્ભે પણ કોવિડ-૧૯ ગાઇડલાઇનું પાલન કરાવાનું રહેશે.

જોકે શાળાઓ હજુ કયારે ખુલશે તેનો નિર્ણય લેવાયો નથી. દિવાળી પછીથી જ શાળાઓ કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ શરૂ થશે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. સરકારી યુનિવર્સિટીઓમાં ૬ થી ૧૮ નવેમ્બર સુધી વેકેશન રહેશે અને ૧લી જુલાઈ ૨૦૨૧થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

Loading...