Abtak Media Google News

શહેરમાં ચાઈનીઝ તુકકલ વેચી નહિ શકાય, રાત્રીના ૧૦;૦૦થી સવારના ૯;૦૦ વાગ્યા સુધી ફટાકડા નહિ ફોડી શકાય

શહેરમાં આગામી દિવાળી અને દેવ દિવાળીના તહેવારોને અનુસરીને અનુસરીને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમજ હાલમાં ચાલી રહેલ કોરૌના વાઇરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જાહેરનામું બહાર  પાડ્યું છે.

જાહેરનામા મુજબ  દિવાળીના તહેવાર દરમિયાનિં નીચે મુજબના કાર્યો પર પ્રતિબંધ રહેશે, (૧) આગામી દીવાળી તેમજ દેવદિવાળીના પર્વને અનુલક્ષીને તાં,૦૨/૧૦/૨૦૨૦ થી તા. ૦૧ /૧૨/૨૦૨૦ સુધી ચાઈનીઝ તુક્કલ ચાઇનીઝ લેટર્નના ઉત્પાદન, વેચાણ કે ઉડાવવાઉપર પ્રતિબંધ રહેશે, શહેરની હદમાં કોઈપણે વ્યક્તિ ચાઇનીઝ તુક્કલ કે. ચાઇનીઝ લેટર્નનું ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહીં અને આમ પ્રજાજનો આ ચાઇનીઝ, તુક્કલ કે ચાઇનીઝ લેટર્ન ઉડાડી શકશે નહીં.(૨) શહેરના જાહેર રસ્તા/રોડ તથા ફૂટપાથ ઉપર દારૂખાનું કે ફટાકડા ફોડી શકાશે નહી કે સળગાવી શકો નહીં તેમજ જાહેર રસ્તા ઉપર આતશબાજી કરી શકશે નહીં  (૩)રાજકોટ શહેરમાં રાત્રીના ૧૦;૦૦ વાગ્યાથી સવારનો ૦૯/૦૦ વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના ફાંકડા ફોડી શકાશે નહી. (૪) શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલના ૧૦૦ મીટર વિસ્તારમાં ફટાકડા કે દારૂખાનું ફોડી શકાશે નહી. (૫)શહેરના જાહેર રસ્તા ઓ કે રૌડ તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા ફોડી શકાશો નહી કે કોઇ વ્યક્તિ પર ફેંકી શકાશે નહીં.

શહેરની જાહેર જનતા દ્વારા અનલોક ૧ થી ૦૫ દરમ્યાન રાજકોટ શહેર પોલીસને ખુબજ સહકાર આપેલ છે તેજ રીતે દિવાળીના તહેવાર દરમ્યાન પણ રાજકોટ શહેર પોલીસને સહકાર આપી હાલમાં ચાલી રહેલ કોરૌના વાઇરસના સંક્રમણમાં સ્વસ્થ સુરક્ષીત રહેવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.