Abtak Media Google News

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ દિપાવલીની શુભકામના આપતા જણાવ્યુ હતુ કે, દિપાવલી એટલે અસત્યની સામે સત્યના વિજયનો મહોત્સવ, પ્રકાશનું પરમ પર્વ અને નવા વર્ષના ઉલ્લાસનો અવસર.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સર્મ નેતૃત્વમાં રાષ્ટ્રએ અપ્રતિમ વિકાસના નવા આયામો અને ઉંચાઇઓ હાંસલ કરી છે, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ  અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વમાં સૌી વધુ રાષ્ટ્ર સમર્પિત કાર્યકર્તાઓ ધરાવતી રાજકીય પાર્ટી તરીકે કાર્યરત છે.

નવા ભારતના નિર્માણ માટે આપણે સૌ પૂર્ણ કટિબધ્ધ છીએ અને આવનારા સમયમાં સહિયારા પુરુર્ષા અને સક્રિયતાી આ યજ્ઞકાર્યમાં સહભાગી બનીએ.

ગુજરાતની પાવન અને પ્રગતિશીલ ભૂમિ પર પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઓફ યુનિટિ સમગ્ર રાષ્ટ્ર અને વૈશ્વિક સ્તરે ભારતની એકતા અને અખંડતા તેમજ ભારતમાતાના પરમ વૈભવને વિશ્વની સર્વોચ્ચ ઉંચાઇ પર લઇ જવા માટે સવા સો કરોડ નાગરિકોની સંકલ્પબધ્ધતાને ઉજાગર કરતું ઉર્જાકેન્દ્ર છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના સંવેદનશીલ અને કર્મઠ નેતૃત્વમાં સર્વ સ્પર્શીઅને સર્વવ્યાપી લોકહિતના કાર્યો ઉત્તમ રીતે ઇ રહ્યા છે તેનો આનંદ છે.

આ શુભ અવસર પર ગુજરાતના સૌ નાગરિકોને આવનારા વિક્રમ સંવત ૨૦૭૫ના નૂતન વર્ષમાં સર્વાંગી ઉન્નત્તિ માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફી અંત:કરણી શુભકામના પાઠવું છું. આવો, આપણે સૌ નકારાત્મક અને વિભાજનકારી તમોગુણરૂપી તિમિરને ભગાવી આ પ્રકાશમય પર્વનું  સ્વાગત કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.