Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજના લાભાર્થીઓ માટે આર્શીવાદરૂપ

૪૦ ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતા દંપતિને રૂ. ૧ લાખની આર્થિક સહાય

ગીર સોમનાથ જિલ્લામાં ૨૭ લાભાર્થીઓને રૂ. ૧૧.૭૦ લાખની સહાય ચૂકવાઇ

ગુજરાત સરકારે દિવ્યાંગ લોકોની ચિંતા કરી દિવ્યાંગ લગ્ન સહાય યોજના રાજ્યભરમાં અમલમાં મુકી છે. સમાજમાં દિવ્યાંગ દંપતિને આર્થિક સહાય આપવામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કટીબધ્ધ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલમાં મુકી દિવ્યાંગ દંપતિને આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિઃલ્લામાં ૨૭ લભાર્થીઓને રૂ. ૧૧.૭૦ લાખની સહાય ચૂકવવામાંઆવી છે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકાકરી હંસાબેન વાળાએ જણાવ્યુ હતુ.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલમાં મુકી છે. જેમાં સ્ત્રીઓ માટે ૧૮ વર્ષ કે તેથી વધુ અને પુરૂષો માટે ૨૧ વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ. ૪૦ ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આ યોજનોના લાભ મળવાપાત્ર થશે. સાથોસાથ લગ્ન નોંધણી કરાવેલી હોવી આવશ્યક છે. આ યોજનામાં કોઇ આવકમર્યાદા નથી તમામ દિવ્યાંગજનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ વચ્ચે લગ્નના કિસ્સામાં દંપતિને કુલ રૂ. ૧ લાખની આર્થિક સહાય મળવાપાત્ર છે. તેમજ દિવ્યાંગ વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ વચ્ચે લગ્નના કિસ્સામાં દંપતિને રૂ. ૫૦ હજારની આર્થિક સહાય મળશે. દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ ગીર સોમનાથ જિલ્લાના ૪૦ ટકા થી વધુ દિવ્યાંગ દંપતિને પણ મળવાપાત્ર છે. આ કલ્યાણકારી યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા સહ લગ્ન પ્રતિપ્બંધક અધિકારીની કચેરી ઈણાજ (સેવાસદન) ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.