Abtak Media Google News

પોર્ટુગીઝ સમયે દિવના વિખ્યાત કિલ્લાનાં નિર્માણ માટે જે જગ્યાએથી પથ્થરો કાઢીને કિલ્લાનાં બાંધકામ માટે વપરાયા હતા.તે જગ્યાએ કૃત્રિમ ગુફા બની હતી.આ ગુફાને નાયડાની ગુફા તરીકે ઓળખવામાં આવે છે.

શુક્રવારે મોડી રાત્રીના આ નાયડાની ગુફાનો એક ભાગ અચાનક જ તૂટી પડ્યો હતો. સદનશીબે રાત્રીનો સમય હોવાથી કોઈજ જાનહાની થયેલી નથી. આ ગુફા ને જોવા મોટી સઁખ્યા મા પર્યટકો આવતા હોય થી વર્ષોથી આ ગુફા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.નાયડા ગુફા નો આ ભાગ તૂટી પડવાની માહિતી પ્રશાસનને મળતા જ દિવ કલેકટર સલોની રાયે તેમજ અધિક અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં આ જગ્યા જોખમકારક હોય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને પર્યટકોને પણત્યા જવાની  મનાઇ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.