Abtak Media Google News

દીવ જિલ્લા કલેકટર સલોની રાયે તા ૧ ઓગસ્ટના રોજ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી અનલોક ૩ મા આપવામાં આવેલી છૂટછાટ તેમજ દીવ જિલ્લાની હાલની પરિસ્થિતિ જણાવી હતી. અને  હાલમાં વધતા જતાં કોરોના સંક્રમણ ને લઈને લોકોને વધુ સતર્ક રહેવા માટે અપીલ કરી હતી.

સલોની રાયે જણાવ્યું હતું કે દીવમાં અનલોક ૩ ની અંદર રાત્રિના ૧૦ થી સવારના ૫ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. તેમજ બંને ચેકપોસ્ટ પહેલાની જેમ જ બંધ રાખવામાં આવશે, માત્ર ઈ પાસ દ્વારા લોકોને અવરજવર કરવાની છૂટ આપવામાં આવશે.

દીવમાં હાલ રેપિડ ટેસ્ટ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી થોડી મિનિટોમાં જ કોરોના નો રિપોર્ટ મળી જાય છે. આ સાથે તેમને દિલ્હીની જનતાને ખાસ અપીલ કરી હતી કે જરૂર પડે તો જ ઘરની બહાર નીકળવું, સામાજિક અંતર જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું માસ્ક ફરજીયાત પહેરવું. અને જો શરદી તાવ જેવા કોઈપણ લક્ષણો જણાય તો ગભરાયા વિના દીવ સ્વાસ્થ્ય વિભાગ નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.