Abtak Media Google News

વર્ષ ૨૦૧૯-૨૦નું સુધારેલુ બજેટ રૂ. ૩૩.૪૩ કરોડનું: વિકાસ કામો માટે રૂ. ૭.૯૨ લાખની જોગવાઈ: શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે રૂ. ૨૨ લાખ અને શાળાઓમાં બાયોમેટ્રીક એટેન્ડન્સ માટે રૂ. ૫૦ લાખની ફાળવણી

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે સર્વાનુમતે વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૨૪.૪૭ કરોડનું બજેટ મંજૂર થયું હતુ આ બજેટમાં વિકાસ કામો માટે રૂા.૭.૯૨ લાખની જોગવાઈ કરવામા આવી છે. ઉપરાંત ગ્રામપંચાયત પસંદગી સ્પર્ધા, શાળાઓમાં ફેઈસ રીડર મશીન માટે પણ મોટી રકમ ફાળવવામા આવી છે.

Img 9225 Img 9212

રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં પ્રમુખ અલ્પાબેન ખાટરીયા અનિવાર્ય કારણોસર ગેરહાજર રહ્યા હોવાથી ઉપપ્રમુખ સુભાષભાઈ માંકડીયાએ અધ્યક્ષ સ્થાન ગ્રહણ કર્યું હતુ. ગ્રામ્ય પ્રજાની આરોગ્ય, સુખાકારી અને હિતને ધ્યાને રાખીને વર્ષ ૨૦૧૯-૨૦નું સુધારેલ અંદાજપત્ર કુલ રૂા.૩૩.૪૩ કરોડનું તેમજ વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજ પત્ર કુલ રૂા.૨૪.૪૭ કરોડનું રાખવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧નાં અંદાજપત્રમાં સ્વભંડોળમાંથી વિવિધ ક્ષેત્રે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામા આવી છે. જેમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે ૨૨.૦૦ લાખ, ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે ૫.૦૦ લાખ, વિકાસનાં કામો માટે ૭.૨ કરોડ, નબળું સ્વભંડોળ ધરાવતી ગ્રામ પંચાયતના બિલ્ડીંગમાં શૌચાલય બનાવવાની સહાય યોજના માટે ૨૫ લાખ, પ્રાથમીક શાળામાં પીવાનાં પાણીની સુવિધા માટે સ્થાયી પ્રકારનો ખર્ચ માટે ૫ લાખ, પ્રાથમીક શાળામાં પુસ્તકાલય તથા ઓરડા અને કોમ્પ્યુટર રીપેરીંગનો ખર્ચ માટે પ લાખ, શિક્ષણની પુરત પ્રવૃતિઓ માટે મહીલા સાક્ષરતા ઓછી ધરાવતાં વિસ્તારમાં મહિલાઓને શિક્ષિત કરવા સ્થાનીક કક્ષાએ ચાલુ કરવા ૩ લાખ, પ્રાથમીક શાળાઓમાં બાયોમેટીક એટેડેન્સ માટે ફેસ રીડરની સુવિધા માટે ૫૦ લાખ, પ્રાથમીક શાળાની કિશોરીઓને સેનેટરી નેપકીન તથા તે અંગેની મશીનરી ખરીદવા માટે ૩૦ લાખ, નેત્રયજ્ઞ સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેના જરુરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃતિ માટે પ લાખ, હ્રદય રોગ, કેન્સર, કીડની થેલેસેમીયા બ્રેઇન ઇન્જરી બેઇન ટયુમર અને પેરાલીસીસ માટે સામુહિક રીતે સહાય માટેની પ લાખ, મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુસંગીક સ્થાયી પ્રકારના ખર્ચ માટે ૧પ લાખ, આંગણવાડીમાં પ્લેટફોર્મ હોય ત્યાં ગેસના બાટલા ઢાંકવાના પીંજરાના ખર્ચ માટે ૧૦ લાખ, જે આંગણવાડીમાં કમ્પાઉન્ડ વોલ હોય ત્યાં દરવાજાના રીપેરીંગ માટે ૨૦ લાખ, રમત ગમતના સાધનો હીંચકા, લપસીયા, ઉચક નીચક વગેરે ખરીદવા માટે ૧૪ લાખ, પાક નિદર્શન તથા ખેતી વિષયક પ્રચારક હરીફાઇઓ અને ખેડુતો હેલ્થ સેન્ટર અંગે ૩ લાખ, અનય ખેતી વિષયક પ્રવૃતિઓ અને પાક સંરક્ષણ અંગે રક્ષણાત્મક કાર્યવાહી તેમજ ખેતી અંગે કોઇ કુદરતી આપતિ સમયે ખર્ચ માટે ૧ લાખ, રખડતા, ભટકતા, બિમાર, ઇજાગ્રસ્ત  ઢોરને ગૌશાળા પાંજરાપોળ મોકલવા તેમજ મરામત અને નિભાવણી સહાય માટે ૧૦ લાખ, સામાજીક ન્યાયનિધિમાં તબદીલ કરવાની રકમ તા. ૧પ-૯-૨૦૧૬ ના ઠરાવ મુજબના કામો માટે ૬૦ લાખ, વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્ય કક્ષાના કામો માટે ર૦ લાખ અને વિકાસના કામોની જોગવાઇ (સ્મશાન ખાટલા) માટે ૧.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.

પ્રાથમિક શાળાઓમાં સેનેટરી પેડ તા વેન્ડિંગ મશીન માટે રૂ. ૩૦ લાખની જોગવાઈ

જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં કિશોરીઓ માટે સેનેટરી પેડ તા વેન્ડીંગ મશીન માટે વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રૂા.૩૦ લાખની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતે કિશોરીઓના આરોગ્યને ધ્યાને લઈ અગાઉ પણ આ રીતે સેનેટરી પેડ માટે મોટો ખર્ચ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. હવે ફરી બજેટમાં પણ આ માટે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.

રઝળતા ઢોરના નિભાવ તેમજ તેમને સલામત સ્થળે ખસેડવા માટે રૂ. ૧૦ લાખ ફાળવાયા

હાલના સમયમાં રઝળતા ઢોરની સંખ્યા ખુબજ વધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ બિનઉપયોગી થઈ ગયા બાદ ઢોરને રઝળતા મુકી દેવામાં આવી રહ્યાં છે. ત્યારે આ બાબત ઉપર ખાસ ધ્યાન આપીને જિલ્લા પંચાયત દ્વારા આવા રઝળતા ઢોરને નિભાવ તેમજ તેને પાંજરાપોળ કે ગૌશાળા જેવા સલામત સ્થળે ખસેડવા માટે રૂા.૧૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦-૨૧માં ગ્રામ્યકક્ષાએ રહેલા પશુ દવાખાનાઓ ઉપર પણ જિલ્લા પંચાયત વિશેષ ધ્યાન આપે તેવું પશુ પાલકો ઈચ્છી રહ્યાં છે.

ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી સામે ઠપકા દરખાસ્ત

છેલ્લી ત્રણ સામાન્ય સભામાં ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરીની અનિયમીતતા, તોછડાઈ અને ગેરવર્તનનો મુદ્દો ગાજી રહ્યો છે. ઘણા સભ્યોએ તેમની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા છે. ત્યારે આજે મળેલી સામાન્ય સભામાં પણ આ ઘટનાનું પુનરાવર્તન યું હતું અને ડો.મિતેષ ભંડેરી સામે ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવી હતી જે સર્વાનુમતે મંજૂર થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ સામાન્ય સભામાં તો ડો.મિતેષ ભંડેરીને સરકારમાં પરત મોકલવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં તમામ સભ્યો સહમત થયા હતા. પરંતુ ડીડીઓએ આ ઠરાવને અયોગ્ય જણાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.