Abtak Media Google News

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી અનરાધાર વર્ષા દામનગર શહેરમાં બે કલાકમાં ત્રણ ઇસ થી વધુ વર્ષા દામનગર શહેરમાં અનેક રોડ રસ્તાઓ પર ગોઠણ બુડ પાણી ચાલ્યા ભુરખિયા રોડ ટપીને નહેરામાં પાણી આવતા દામનગરથી ગ્રામ્ય વિસ્તારો ઠાંસા મૂળિયાપાટ સુવાગઢથી ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિકળિયા હડમતીયા લાખાવાડને જોડતો જિલ્લા પંચાયત અમરેલીનો માર્ગ બંધ બેઠા કોઝવે ઉપરથી ત્રણ ચાર ફૂટ ચાલતા પાણી થી ગ્રામ્ય વિસ્તારના રહીશો કલાકો સુધી અટવાયા પાણી ઉતરિયા બાદ રસ્તો શરૂ નહેરાની બંને બાજુ ભારે રાહદારીઓ પ્રતીક્ષા કરતા જોવા મળ્યા દામનગર શહેરથી ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જતા અમરેલી જિલ્લા પંચાયતના માર્ગ ઉપર દામનગર શહેરથી બહાર નીકળતા આવેલ કોઝવે ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી ઓવરફ્લો થઈને ચાલ્યું દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી ભારે વર્ષાથી શહેરમાં પ્રવેશતા દરેક માર્ગો ઉપરથી ગોઠણ બુડ પાણી ચાલ્યા હતા દામનગર પાલિકાના ચીફ ઓફિસર બી.સી. ત્રિવેદી ઈજનેર પ્રશાંત પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા નિકુલભાઈ રાવલ ધીરૂભાઇ નારોલા સહિતના તંત્ર દ્વારા અનેક વિસ્તારો માં યાંત્રિક સાધનો સાથે નજર વરસાદી પાણીના ભરવા સામે તુરત નિકાલ માટે જેસીબી અને કર્મચારી કાફલો તહેનાત જોવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.