જિલ્લા પંચાયત કચેરીએ પ્રાથમિક શાળાના શિક્ષકોના ધરણા

226

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે જિલ્લા પંચાયત કચેરીએ ધરણા કર્યા હતા. શિક્ષકો દ્વારા ૧૯૯૭થી ફિકસ પગારી નોકરી કરતા શિક્ષકોની સળંગ સિનયોરીટી ગણવી, ભથ્થાઓ સાતમાં પગારપંચ મુજબ અમલવારી કરવી, ઉચ્ચ પ્રાથમિક ધો.૬ થી ૮ ના શિક્ષકોનો પગાર ગ્રેડ ૪૨૦૦ આપવો, બિન શૈક્ષણિક કામગીરી બંધ કરવી, નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવી, મુખ્ય શિક્ષકોના આર.આર. નકકી કરવા, નિવૃત શિક્ષકોના સ્થાને ઉ.વિ.સહાયકોને પુરા પગારમાં સમાવવા સહિતની માંગ ઉઠાવવામાં આવી હતી.

Loading...