Abtak Media Google News

જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત 9 આગેવાનોના રાજીનામા

યુવા આગેવાનોના રાજીનામાથી પક્ષમાં હડકંપ

જામનગર જિલ્લા કોંગ્રેસમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ટિકિટ ફાળવણીના મુદ્દે નારાગજી બહાર આવીછે અને જિલ્લા પંચયતના પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સહિત 9 આગેવાનોએ રાજીનામા ધરી દેતા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.જિલ્લા અને તાલુકા પંચાયતોની ચુંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસથી ધુંધવાટ હતો તે હવે બહાર આવ્યો છે. ટિકિટ ફાળવવા મુદ્દે અત્યાયની લાગણી સાથે જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઇ આહીર, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હેમતભાઇ ખવા, તાલુકા કોંગ્રેસ મહામંત્રી નારણભાઇ શિયાળે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

આ ઉપરાંત અન્ય નારાજ આગેવાનો જિલ્લા કોંગ્રેસ મંત્રી કાંતિભાઇ કાલાવડીયા, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રમેશભાઇ ધનાભાઇ મકવાણા, વરણા ગામના ઉપસરપંચ જગદીશભાઇ ચાંગાણી, જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ ભગીરથભાઇ ગોહિલ તથા જિલ્લા યુવક કોંગ્રેસ આગેવાન બાબુભાઇ  ડાંગરે પક્ષથી નારાજ થઇ રાજીનામું આપ્યું અને આગેવાનો કાર્યકરોના રાજીનામાથી કોંગ્રેસમાં ભારે હલચલ મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.