Abtak Media Google News

વેરાવળ ખાતે  જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા આયોજિત “શક્તિ પ્રોજેક્ટ” નો કાર્યક્રમ યોજી મહિલા કોંગ્રેસના આગેવાનો – કાર્યકર્તાઓએ પોતાનો મોબાઈલ નંબર સીધી રીતે AICCકાર્યાલયમાં નોંધાવી સીધા સંવાદનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયાએ જિલ્લાભરની મહિલાઓને મોબાઈલ દ્વારા AICCમાં જોડાવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ખારવા સમાજના મહિલા આગેવાન લલીતાબેન ખાપંડીનો નંબર રજીસ્ટર કરાવીને રાહુલજી સાથે સીધો સંવાદ કરવામાં આવેલ હતો. આમ બહોળી સંખ્યામાં મહિલાઓએ પોતાનો નંબર રજીસ્ટર કરાવેલ.

આ કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસ અગ્રણીઓ કાજલબેન ભજગોતર, યાસ્મિનબેન ચૌહાણ, જ્યોતિબેન મકવાણા, નિર્મળાબેન કાઉન્સિલર, જિજ્ઞાસાબેન રાવલ સહિતની અનેક મહિલા આગેવાનો – કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.