જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઘંટેશ્વર એસ.આર.પી કેમ્પ ખાતે થશે

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન અર્થે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક

આગામી તા.૧૫મી ઓગસ્ટ-૨૦ના સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ ખાતે શે. આ ઉજવણીના આયોજન માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન અધ્યક્ષસને એક બેઠક મળી હતી.બેઠકમાં પરેડ ગ્રાઉન્ડ તૈયાર કરવા,ધ્વજવંદન માટેનો પોલ ઉભો કરવો,સ્ટેજ, મંડપ, પીવાનું પાણી, નિમંત્રણ કાર્ડ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, કોવિડ-૧૯ની મહામારી નિવારવામાં ફરજ બજાવનાર ડોક્ટરો, હેલ્ વર્કર્સ, સેનિટેશન વર્કર્સ, કોરોનાને મહાત આપી સાજા યેલા દર્દીઓ વગેરેનું સન્માન, આ ઉપરાંત, વૃક્ષારોપણ, આંતર શાળા-કોલેજના વિર્દ્યાીઓની ડિજિટલ માધ્યમી ચર્ચા, ઓનલાઈન ક્વિઝ, દેશભક્તિ વિષય ઉપર નિબંધ, કવિતા લેખન સ્પર્ધા, આત્મનિર્ભર યોજનાઓ જેવી બાબતોની સરકારની ગાઈડ લાઈન મુજબ કાર્ય કરવા સંબંધિત વિભાગના ઉપસ્તિ અધિકારીઓને કલેકટરએ સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા, પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેકટર પરિમલ પંડ્યા વગેરે ઉપસ્તિ રહ્યા હતા.

Loading...