Abtak Media Google News

સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ

રાજય સરકાર દ્વારા શરૂ કરેલ ૧૮૧ અભયમ હેલ્પ લાઇન તથા મહિલાલક્ષી યોજનાઓનો બહોળા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થાય તે હેતુથી તથા મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ  કામગીરી કરનારી મહિલાઓના સન્માાન માટે ખંભાળીયા માર્કેટીંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના અભિયમ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું  હતું. આ તકે ગુજરાત રાજય શાળા પાઠયપુસ્કત મંડળના ચેરમેન નિતિનભાઇ પેથાણીએ જણાવ્યું કે રાજની સરકારે દિકરીથી માંડીને દાદીને પડતી કોઇપણ પ્રકારની મુશ્કેલીઓની ચિંતા કરી છે. આપણા પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદિબેન પટેલે થી  સશક્તિકરણને લગતી અનેક યોજનાઓ અમલમાં મુકી હતી. કોઇપણ થી  જયારે મુશ્કેલીમાં મુકાત ત્યારે તેની સાથે સરકાર તથા સમાજની દરેક વ્યક્તિઓ ઉભી રહે તેવી વ્યવસ્થા હાલની સરકારે કરી છે.ગુજરાત ગ્રામોદ્યોગ બજારના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયાએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૭માં આપણા તત્કાલીમ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહિલા અને બાળ વિભાગ શરૂ કર્યો છે અને ત્યારથી આ વિભાગને બજેટની ફાળવણી કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ, નિવાસી અધિક કલેકટર પટેલ, એ.એસ.પી.  સુંબે, પ્રાંત અધિકરી જોશી, નાયબ કલકેટ માંડોત, મામલતદાર વૈષ્ણવ, તાલુકા પંચાતય પ્રમુખ જયશ્રીબેન મંડપીયા મહિલા અગ્રણી જેમીનીબેન મોટાણી, કોમલબેન તા બહોળી સંખયામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.