Abtak Media Google News

૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાની દિશામાં લેવાયેલા સંવેદનશીલ નિર્ણયથી સરાહના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકારે ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક નિર્ણયને જીલ્લા ભાજપ કિશાન મોરચાએ આવકાર્યો છે.

આ અંગે વિસ્તૃત વિગત આપવા જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઇ કોરાટ, મીડીયા ઇન્ચાર્જ અરુણભાઇ નિર્મળ, મહામંત્રી હરદેવસિંહ જાડેજા, હસમુખભાઇ સોજીત્રા, કાનજીભાઇ મોલીયા, નરેન્દ્રભાઇ ચાવડા, રવિભાઇ વ્યાસ અને રામદેવસિંહ જાડેજાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

વિજયભાઇ કોરાટ તથા વલ્લભભાઇ સેખલીયાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના હૈયે હંમેશા ખેડુતોનું હિત રહેલું છે.

૨૦૨૨ સુધીમાં દેશના ખેડુતોની આવક ડબલ કરવાની દિશામાં ભાજપા સરકારે કાંતિકારી નિર્ણય લીધો છે. ભાજપએ ચુંટણીમાં આપેલા વચનો પરિપૂર્ણ કરવા એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયોમાં આજે જે ટેકાના ભાવમાં દોઢ ગણો વધારાનો ખેડુત હિતલક્ષી  નિર્ણય લીધો છે.

ભાજપા સરકારે ખેડુતોની સગવડતા માટે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તા, વીજળી, પાણીની સુવિધા થકી ખેડુતોની પ્રગતિ, સમૃઘ્ધિ માટે હંમેશા કટિબધધ છે. ભાજપા સરકારે ચાર વર્ષના શાસનમાં સિંચાઇ યોજનાના કાર્યો ઝડપી ગતિએ કામ, સસ્તુ ખાતર સોઇલ હેલ્થ કાર્ડ હોય કે અન્ય ખેડુત લક્ષી યોજનાઓને ત્વરીત નિર્ણયો લઇને કૃષિકારોને ફાયદાની વાતમાં ભાજપા સરકારે અગ્રતા આપી કૃષિ પાક ડબલ થાય અને કિશાન સમૃઘ્ધ બને તેવી સરકારની લાગણી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.