જિલ્લા ચુંટણી અધિકારી જામનગર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વહિવટીતંત્ર તથા મિડીયા કર્મીઓ વચ્ચે ૨૦-૨૦ ક્રિકેટ મેચ ખેલાયો

127

જામનગર તા.૧૭ માર્ચજિલ્લા ચુંટણી અધિકારી જામનગર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વહિવટીતંત્રના અધિકારીઓ અને મિડીયા કર્મીઓ વચ્ચે તા.૧૭ માર્ચ ૨૦૧૯ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે શહેરના અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૦-૨૦ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેચમાં પૂર્વ ખ્યાતનામ ક્રિકેટર અને જામનગરના વતનીશ્રી સલીમ દૂરાની ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું તથા મતદાન જાગૃતિ અંગે મતદારોને પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી લોકશાહીને મજબુત કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આગામી લોકસભા ચૂંટણીની મતદાન કરવા માટેની તારીખને ધ્યાને રાખીને બધા ખેલાડીઓએ ૨૩ નંબરની ટી-શર્ટ પહેરી હતી.

આ ક્રિકેટ મેચમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકજિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલજામનગર મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી સતીષ પટેલ, નાયબ ચૂંટણી અધિકારીશ્રી મિતાબેન જોશીપ્રાંત અધિકારીશ્રી સોલંકીનાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મકવારમત-ગમત અધિકારીશ્રી વાળા અને વહિવટીતંત્રના અધિકારીઓ તેમજ મિડીયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Loading...