Abtak Media Google News

જિલ્લા કલેકટરે સાઈટ નજીકના વિસ્તારના ખેડુતો તેમજ ગ્રામજનોના વિવિધ પ્રશ્નો સાંભળીને સ્થળ પર જ નિરાકરણ લાવ્યા

જિલ્લા કલેકટર રેમ્યા મોહને રાજકોટની ભાગોળે હિરાસર ગામ પાસે નિર્માણ પામનાર હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ રાજકોટ-જામનગર હાઈવે પર પરાપીપળીયા નજીક નિર્માણ પામનાર એઈમ્સની સ્થળ વિઝીટ કરી હતી. આ વેળાએ તેઓની સો સંબંધીત અધિકારીઓ પણ ઉપસ્તિ રહ્યાં હતા. જિલ્લા કલેકટરે બન્ને સાઈટ વિઝીટ દરમિયાન જરૂરી વ્યવસની સમીક્ષા કરી હતી તેમજ બન્ને કામોના હાલના સ્ટેટસની ચકાસણી કરી અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપી હતી. આ સાઈટ વિઝીટ વેળાએ અધીક જિલ્લા કલેકટર પરીમલ પંડયા, પ્રાંત અધિકારી જે.કે. જેગોડા, ચોટીલા મામલતદાર તેમજ એરપોર્ટ ઓર્થોરીટીના અધિકારી, નેશનલ ઓર્થોરીટીના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન જિલ્લા કલેકટર રેમ્યામોહને ખેડુતો તેમજ ગ્રામજનોના પ્રશ્નો સાંભળીને સ્થળ પર જ તેમનુ નિરાકરણ કર્યું હતુ.

Img 20191112 Wa0004 Img 20191112 Wa0003

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.